5166

સમસ્ત બારોટ સમાજની આંતર રાષ્ટ્રીય સંસ્થા વંશાવળી સંરક્ષણ એવમ સંવર્ધન સંસ્થાના રાષ્ટ્રીય અધ્યક્ષ મહેન્દ્રસિંહ બોરાજ (બારોટ) દેશભરના ૯ રાજયોના પ્રવાસે જેમાં ગુજરાત ભરના જિલ્લા તાલુકાના સંગઠન તાલુકે તાલુકે  સમિતિઓ બનાવી મજબુત સંગઠન માટે ગુજરાત પ્રદેશ પ્રમુખ શંભુજી રાવ (બારોટ) તેમજ ગુજરાત રાજયના કોષાધ્યક્ષ સતીષભાઈ દ્વારા બેઠકનું આયોજન થયુ જે ટુંક સમયમાં ભાવનગરથી પોરબંદર સુધી જેમાં રાજકોટ અમરેલી, રાજુલા, જુનાગઢ, જામનગર સુધીના પ્રવાસે નિકળી દરેક જિલ્લા, દરેક તાલુકામાં સમિતિઓની રચના કરાશે ખાસ યુવાનો ઉપર જ ભાર મુકાયો રાષ્ટ્રની બાગડોર રાષ્ટ્રનું ભવિષ્ય યુવાનો છે તો યુવાનો આગળ આવે તેવી રાષ્ટ્રીય અધ્યક્ષ  દ્વારા હાંકલ કરાઈ વડીલો સાથે જ રહેશે જે સંપુર્ણ કાર્યક્રમોના માર્ગદર્શક રહેશે. તેમ અંતમાં જણાવાયું.