7084

આગામી તા. ૧૪-૧-૧૮ને રવિવારે મકરસંક્રાંતિ છે તેથી છ માસ માટે ઉત્તરાયણ દિશામાં સુર્યનું ભ્રમણ રહેશે. તેને ઉત્તરાયણ મકરસંક્રાંતિ કહેવાય છે. તેથી મકરસંક્રાંતિની સવારે પ્રાતકાળે ઉઠીને પહેલા કાળ તલના તેલનું તાલીમા કરવું. નખ શીખ માલીશ કરવું ત્યારે પછી સ્નાન કરવાના પાણીના વાસણ (ડોલ)માં ચપટી કાળા તલ પધરાવી દેવા ત્યાર પછી સ્નાન કરવું - ત્યાર પછી ૧ ત્રાંબાના કળશમાં પાણી કંકુ અને કાળા તલ પધરાવીને સુર્ય નારાયણને અર્ધ આપવો અને ત્યારે આ મંત્ર બોલતા રહેવું. ઓમ શ્રી સું સુર્યવે નમઃ અથવા સુર્યના બાર નામ બોલવા ત્યાર પછી પાણી પીવાના વાસણ (માટલ)માં પણ ચપટી કાળા તલ પધરાવી દેવા, જેથી ઘરના દરેક સભ્યો તેમાથી જ પાણી પીવે અને ૧ - કાળા તલનો લાડુ પોતાના હાથે ગાયને આપવો, મિત્રો આ રીતે પાંચ જગ્યાએ કાળાતલનો ઉપયોગ કરવાથી જે જાતકોને પનોતી હોય શનિગ્રહની મહાદશા હોય શાપીત દોષ હોય અશુભ નક્ષત્ર કે કોઈપણ અશુભયોગ હોય તો સંપુર્ણ વર્ષ આર્થિક માનસિક અને શારિરીક રક્ષણ મળે છે.
સંપુર્ણ વર્ષ પ્રગતીકારક  બની રહેશે. ખાસ જે જાતકોને રાહુગ્રહનો બંધનયોગ અથવા રાહુની મહાદશા હોય તેઓ માટે આ વીધીની સાથે મગન અને લીલાકલરની વસ્તુઓનું દાન આપવું અને સંપુર્ણ દિવસ ઓમ નમઃ ભગવતે વાસુદેવાય નમઃના જાપ કરવાથી લાભ રહેશે. ખાસ કરીને શનિગ્રહની પનોતી વૃષભ (બ.વ.).) અને કન્યા ( પ.ઠ.ણ) રાશીને નાની પનોતી છે. અને વૃશ્વિક (ન.ય.) ધન (ભ.ફ.ધ.ઢ) મકર (ખ.જ.) રાશીને મોટી પનોતીનો કપરો સમય છે અને મેષ (એ.લ.ઈ.) સિહ (મ.ટ.) અને ધન (ભ.ફ.ધ.ઢ) રાશીના રાહુ ગ્રહનો અશુભ બંધન  યોગ છે તેના માટે આ વીધી ખુબ જ લાભદાયી રહેશે.