5924

આજે તા.રર નવેમ્બરે ૧૬-૩૦ કલાકે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ઘોઘા દહેજ રો રો ફેરી સર્વિસમાં આવતા અને જતા મુસાફરોનું સ્વાગત કરી પોસ્ટર, બેનર, પ્લે કાર્ડ થકી મતદાન માટે અપીલ કરાઈ હતી. આ કાર્યક્રમમાં ૧૦૩-ભાવનગર ગ્રામ્ય વિધાનસભા મત વિસ્તારના સામાન્ય નિરીક્ષક એ.કે. સિંઘ, સ્વીપના નોડલ ઓફિસર શ્રીધર વસાણી, જિલ્લા આયોજન અધિકારી બ્રિજેશ જોશી, શાળાની શિક્ષિકાઓ, કોલેજની વિદ્યાર્થીનીઓ સહિત લોકો જોડાયા હતા.