7671

સુરત ખાતે ગુજરાતભરના ૩૦ જેટલા રેકોર્ડ હોલ્ડરોને ઠડ્ઢજી સાઈકલ કંપની દ્વારા એવોર્ડ આપવામાં આવ્યો હતા. ગુજરાતભરમાં પોતાનું નામ લીમકા બૂક અને ગ્રીનીખ બુકમાં નોંધાવનાર રેકોર્ડ હોલ્ડરને સન્માનિત કરવામાં આવ્યા હતા ભાવનગરના ફોટોગ્રાફર અજય જાડેજાનું અકસ્માતની ફોટોગ્રાફી માટે લીમકાબૂકમાં નામ નોંધાયુ છે તે માટે તેઓએ પણ એવોર્ડ અપાયો હતો.
આ પ્રસંગે કાર્યક્રમમાં ઠડ્ઢજી સાઈકલના સુનિલ કાપડિયા, નિરલ કાપડીયા, મીસીસ પીયારા પુજા વ્યાસ મીસ ઈન્ડિયા, મીસીસ પુજા શાહ એશીયા અર્થ, દુરિયા ડાપીયા બાઈકર્સ (જે સ્વીઝરલેન્ડ સુધી બાઈક લઈને ગયા હતા)શ્રધ્ધારાજ સુપરમોમ ડાન્સ ઈન્ડિયા ડાન્સ, હાજર રહ્યા હતા આ સાઈકલના બ્રાન્ડ એમ્બેસેંડર અને કાર્યક્રમના મુખ્ય સંચાલક કમલેશ મસાલાવાળા હતા સમગ્ર કાર્યક્રમનું સંચાલન સીંગર અને હોસ્ટ રચના ડરયાનાનીએ કર્યુ હતું.