4079

આમ આદમી પાર્ટીએ ગુજરાત વિધાનસભાની ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. આમ આદમી પાર્ટી પ્રભારી  ગુજરાતના તમામ ક્ષેત્રોના પદાધિકારીઓ સાથે બેઠક બાદ નિર્ણય લેવાયો હોવાનું આજે પ્રભારી ગોપાલ રાયે જણાવ્યું હતું. પંજાબ અને ગોવાના પરિણામ બાદ લાંબી ચર્ચા બાદ આપ ચૂંટણી લડે કે કેમ તે અંગે પ્રશ્નો હતા.
 ગુજરાતમાં આવનારી વિધાનસભામાં આમ આદમી પાર્ટી મજબૂતાઈ સાથે ચૂંટણી લડશે. ૩ તબક્કાં નક્કી કરવામાં આવ્યા છે. સક્ષમ ઉમેદવાર ભ્રષ્ટાચાર મુક્ત,નોન ક્રિમિનલ, વિધાનસભા ક્ષેત્રોના બુથ પર એક ઇન્ચાર્જની નિયુક્તિ. વિધાનસભા ક્ષેત્રમાં પ્રચાર ફંડ તૈયાર કરવું પડશે. જે વિધાનસભામાં અમે જીતી શકીએ એમ છીએ ત્યાં અમે મજબૂતાઈથી લડીશું. ચૂંટણી માટે પ્રદેશ સમિતિ નક્કી કરી છે. અધ્યક્ષ તરીકે પ્રોફેસર કિશોર દેસાઈ કન્વીનર તરીકે રહેશે રાજેશ પટેલ સેક્રેટરી રહેશે.. જે.જે.મેવાડા અર્જુન રાઠવા અને ભીમા ચૌધરી ઉપાધ્યક્ષ રહેશે. કનું કલસરિયા પ્રચારક તરીકે ભૂમિકામાં રહેશે. આમ આદમી પાર્ટીનો ૧૭ તારીખે અમદાવાદમાં રોડ શો યોજાશે.વધુમાં બેઠકો અગે આ મહિનાના અંતમાં પ્રથમ લીસ્ટ જાહેર કરવાનું પણ તેમણે જણાવ્યું હતું.
શહિદોના પરિવારને આમ આદમી દિલ્હીમાં ૧ કરોડ રૂપિયા આપે છે જ્યારે ગુજરાતની ભાજપ સરકાર માત્ર ૪ લાખ રૂપિયા આપે છે, ખેતી નિષ્ફળ જવાના કિસ્સામાં ખેડૂતને એકર દીઠ ૫૦ હજાર રૂપિયા આપે છે, વ્યક્તિ દીઠ ૨૦ હજાર લિટર પાણી,સરકારી ઉપરાંત પ્રાઇવેટ ડોકટરની સારવારના નાણાં પણ સરકાર ચૂકવે તેવું આયોજન કરી રહ્યા છે,
 વિધવાને રૂ.૨૫૦૦ અપાય છે.ભાજપ તથા કાંગ્રેસની સરકારો વારંવાર બની હોવા છતાં પ્રજાના પ્રશ્નો ઉકેલાયા નથી તેથી ગુજરાતના લોકો ને સક્ષમ વિકલ્પ આપ પુરો પાડશે.