7655

રાજુલાના કડીયાળી ગામ પાસે એસ.ટી. બસ અને ડમ્પર વચ્ચે સમીસાંજે ધડાકાભેર અકસ્માત સર્જાતા બસમાં મુસાફરી કરી રહેલ ૩ થી વધુ મુસાફરોને નાની-મોટી ઈજા સાથે મહુવા હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.
સમગ્ર બનાવ અંગે જાણવા મળેલ વિગતો અનુસાર જાફરાબાદ ડેપોમાંથી જાફરાબાદ-ભાવનગર રૂટની એસ.ટી. બસ નં.જીજે૧૮ વાય ૩પ૪૦ ભાવનગર તરફ રવાના થઈ હતી. આ બસ રાજુલા રોડ પર આવેલ કડીયાળી ગામ નજીક આવેલ રીલાયન્સ ફેક્ટરી પાસે પહોંચી તે વેળા સામેથી કપચી ભરીને આવી રહેલ ડમ્પર નં.જી.જે.પ એયુ ૭૩૬૦ના ચાલકે પોતાનું વાહન બસ સાથે ધડાકાભેર અથડાવતા બસમાં મુસાફરી કરી રહેલ ત્રણ થી વધુ મુસાફરોને ઈજા થઈ હતી. જેઓને ૧૦૮ દ્વારા મહુવા હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ. જ્યારે અકસ્માત સર્જીને ડમ્પર ચાલક પોતાનું વાહન ઘટનાસ્થળે છોડી નાસી છુટ્યો હતો. આ અંગે પોલીસને જાણ થતા પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. આ બનાવમાં બન્ને વાહનોને મોટુ નુકશાન થયું હતું.