6575

અમદાવાદમાં વધુ એક વખત તસ્કરોએ તરખાટ મચાવ્યો છે. ખોખરા વિસ્તારમાં નવા પોલીસ સ્ટેશન નજીક અમુલ પાર્લર સહીત ૩ દુકાનના તાળા તોડી ચોરી થતા પોલીસ દોડતી થઈ ગઈ છે. રોકડ રકમ, મોબાઈલ ફોન સહિત કુલ રૂ.૧૬ હજારના મુદ્દામાલની ચોરી કરી તસ્કરો ફરાર થઇ ગયા છે.
સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગઈ છે. જેમાં દેખાય છે કે દુકાનનું શટર તોડી તસ્કરો દુકાનમાં પ્રવેશ કરે છે અને દુકાનમાં ચોરીને અંજામ આપે છે. જ્યારે ચોરી થઈ ત્યારે એક શખ્સ દુકાનમાં પ્રવેશ કરે છે અને અન્ય એક શખ્સ દુકાનની બહાર રહી ધ્યાન રાખે છે. જે સ્થળ પર ચોરી થઇ છે તે સ્થળ પોલીસ સ્ટેશનથી માત્ર ૧૦૦ મીટર દૂર હોવા છતા પોલીસના નાક નીચેથી તસ્કરો ચોરી કરી ગયા છે. જેથી પોલીસની નાઈટ પેટ્રોલિંગની વાતો પોકળ સાબિત થતી હોવાનું સામે આવે છે. ચોરીના આ બનાવોને લઇને સ્થાનિક વેપારી તેમજ રહેવાસીમાં ભયનો માહોલ પેદા થયો છે. પોલીસે ઝ્રઝ્ર્‌ફ કેમેરાના આધારે તસ્કરોને ઝડપી લેવા કવાયત હાથ ધરી છે.