8348

બોટાદ પોલીસ મથકમાં ચાર વર્ષ પૂર્વે નોંધાયેલ અપહરણના ગુન્હામાં ફરાર શખ્સને બોટાદ એલ.સી.બી.ટીમે ઝડપી લઈ ધોરણસર કાર્યવાહી કરી હતી.
બોટાદ એલ.સી.બી.ના પો.ઈન્સ. એચ.આર. ગોસ્વામીના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી.સ્ટાફના હે.કો. બી.સી.ગોહિલ,પો.કો.ક્રિપાલસિંહ ઝાલા, પો.કો.મયુરસિંહ ડોડીયા વિગિરે સ્ટાફના માણસો બોટાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન બી.સી.ગોહિલને બાતમી મળેલ કે, બોટાદ પોલીસ સ્ટશનના ઈ.પી.કો. કલમ ૩૬૩, ૩૬૬, મુજબના ગુન્હાના કામે નાસતો ફરતો આરોપી પંકજભાઈ ઉર્ફે પીલુ લખમણભાઈ મકવાણા ઉ.વ.૨૩ રહે. રોહીશાળા ગોદામ પાસે તા.જી. બોટાદ હાલ રહે. વડોદરા કારેલીબાગ, વી.આઈ.પી. રોડ વાળાને બોટાદ એસ.ટી.ડેપો સામેથી પકડી સી.આર.પી.સી.ક.૪૧ (૧) આઈ મુજબ અટક કરી બોટાદ પોલીસ સ્ટેશન ખાતે સોંપી ધોરણસરની કાર્યવાહી કરવામાં આવેલ.