6256

ભાવનગર-ઘોઘા રોડ પર અવાણીયા ગામ પાસે બે બાઈકના સામસામી અકસ્માત થયા હતા. જેમાં બે વ્યક્તિઓને ઈજાઓ થતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે.
પ્રાપ્ત વિગત મુજબ, ઘોઘારોડ પર અવાણીયા ગામ પાસે મુનીબાપુના આશ્રમ નજીક બે બાઈક નં.જીજે૪સીકે ૯૭૯૩ અને જીજે૪બીએફ ૪૮૬૧નો સામસામી અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઈક પર સવાર ચાર વ્યક્તિમાંથી બે યુવાનો પ્રવિણભાઈ મંગાભાઈ સોલંકી રે.તરસમીયા (ખારસી) અને વિનોદ હરીભાઈ ગોહેલ રે.રતનપરવાળાને ઈજાઓ થતા ૧૦૮ સેવા દ્વારા ભાવનગર સર ટી.માં સારવાર અર્થે ખસેડાયા હતા. જ્યાં તેઓની સ્થિતિ સાધારણ હોવાનું જાણવા મળ્યું હતું.