9057

બરવાળા ખાતે ડો.બાબાસાહેબ આંબેડકરની ૧ર૭મી જન્મજયંતિ નિમિત્તે રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં બરવાળા શહેર તેમજ તાલુકામાંથી દલીત સમાજના લોકો આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતા. બરવાળા મુકામે સમસ્ત બરવાળા તાલુકા દલિત સમાજ અને આંબેડકર જન્મજયંતિ મહોત્સવ સમિતિ તેમજ બાંભણીયા બ્લડબેંક-ભાવનગરના સહયોગથી તા.૧૩-૪-ર૦૧૮ના રોજ સવારના ૯-૦૦ કલાકથી સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ડો.બાબાસાહેબ આંબેડકરની ૧ર૭મી જન્મજયંતિ નિમિત્તે રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં ૭૧ વ્યક્તિઓ દ્વારા રકતદાન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં દલીત સમાજ તેમજ અન્ય સમાજના લોકો રકતદાન કેમ્પમાં જોડાઈ સામાજીક સમરસતાનું ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડ્યું હતું. આ કેમ્પમાં ભાગ લીધેલ રકતદાતાઓને પ્રમાણપત્રો આપવામાં આવ્યા હતા.