9068

બરવાળા તાલુકાના બેલા ગામે જાહેરમાં જુગારધારા ચાલતું હોવાની મળેલ બાતમીના આધારે ભુરાભાઈ ચાવડા, ભુપતભાઈ વાલાણી તેમજ રાજદિપસિંહ વાઘેલા સહિતના પોલીસ સ્ટાફ દ્વારા રેડ કરવામાં આવતા ત્રણ જુગારીઓ રંગેહાથ ઝડપાઈ ગયા હતા.
બરવાળા પોલીસ મથકમાંથી મળતી વિગત મુજબ, બરવાળા તાબાના બેલા ગામે તા.૧૩-૪ના રોજ બપોરના અરસામાં બેલા ગામમાં જાહેરમાં જુગાર રમતા સંજયભાઈ હકાભાઈ સિહોરા, સુરેશભાઈ જેસીંગભાઈ સિહોરા, ઘનશ્યામ રાયસંગભાઈ કાલોદરા રહે.ત્રણેય બેલા તા.બરવાળાને પોલીસે રૂા.૪૬૭૦ની રોકડ સહિતના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા. આ અંગે બરવાળા પોલીસે જુગારીઓ વિરૂધ્ધ જુગારધારા એક્ટ મુજબ ગુનો નોંધી આગળની તપાસ ભુરાભાઈ ચાવડા (હે.કો. બરવાળા પો.સ્ટે.) ચલાવી રહ્યાં છે.