9121

શહેરના કુખ્યાત આડોડીયાવાસમાં જાહેર શૌચાલયમાં સંતાડેલો ઈગ્લીંશ દારૂ અને બિયરનો જથ્થો એલ.સી.બી.ટીમે ઝડપી લીધો હતો. જ્યારે આ મુદ્દામાલનાં ત્રણ બુટલેગર ભાગીદારો નાસી છુટ્યા હતા.
ભાવનગર,એલ.સી.બી સ્ટાફનાં માણસો ભાવનગર સીટી વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાન પો.હેડ કોન્સ. પૃથ્વીરાજસિંહ ગોહિલને બાતમીરાહે હકિકત મળેલ કે,ભાવનગર, આડોડિયાવાસમાં રહેતાં જીગ્નેશ ઉર્ફે જોન્ટી તથા અજય ઉર્ફે કાળુ ઉર્ફે ભગત મોહનભાઇ અને રમેશ વિરસંગભાઇ રાઠોડ ત્રણેય ઇસમોએ ભેગા મળી ભાગીદારીમાં ઇંગ્લીશ દારૂ લાવી આડોડિયાવાસમાં આવેલ જાહેર શૌચાલયમાં ઉતારેલો છે.
જે બાતમીવાળી જગ્યાએ આવી રેઇડ કરતાં ત્યાંથી જીગ્નેશ ઉર્ફે જોન્ટી અને અજય ઉર્ફે ભગત બંને દે.પુ.વાસમાં થઇ નાસી ગયેલ.આ શૌચાલયમાં તપાસ કરતાં ઈગ્લીંશ દારૂની બોટલ નંગ-૧૪૪ અને બિયરનાં ટીન નંગ ૧૬૮ મળી કુલ રૂ.૬૦,૦૦૦/-નો દારૂ બિયરનો જથ્થો મળી આવતા જે અગે ત્રણએય વિરૂધ્ધ ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં પ્રોહી.એકટની અલગ-અલગ કલમો હેઠળ ફરીયાદ દાખલ કરાવવામાં આવેલ.આ કામગીરીમાં ભાવનગર,એલ.સી.બી. પો.ઇન્સ.ડી.એમ.મિશ્રા,પો.સબ ઇન્સ. એન.જી. જાડેજાની સુચના હેઠળ સ્ટાફનાં કિરીટસિંહ ડોડિયા, હર્ષદભાઇ ગોહિલ, પૃથ્વીરાજસિંહ ગોહિલ,ચંદ્દસિંહ વાળા,જીતેન્દ્દસિંહ ઝાલા, અજયસિંહ વાઘેલા,શકિતસિંહ ગોહિલ વિગેરે સ્ટાફના માણસો જોડાયા હતાં.

આડોડીયાવાસમાંથી વધુ છ બીયર ઝડપાયા
શહેરનાં આડોડીયાવાસ વિસ્તારમાં રહેતાં કોમલબેન વિક્કીભાઈનાં રહેણાંકી મકાનમાં ઘોઘારોડ પોલીસ સ્ટાફે બાતમી રાહે રેડ કરી બીયરના ટીન નંગ-૬ કી.રૂા.૬૦૦/-ના ઝડપી લીધા હતા અને કોમલબેન વિરૂધ્ધ પ્રોહીની કલમો મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.