9071

ભાવનગરના નેક નામદાર મહારાજ સાહેબની મિલ્કતો ઉપર સેવા સદન દ્વારા લેવાતો મિલ્કત વેરામાંથી મુકિત આપવા માંગણી થતા સેવા સદને મહારાજ સાહેબના વંશ વારસદાર દ્વાર ઉપયોગમાં લેવામાં આવતી મિલ્કતો પૈકી અમુક મિલ્કતો રહેણાંકી હોવાનું તથા અમુક મિલ્કતોમાં હોટલ, પેટ્રોલ પંપ, વિરેનો ઉપયોગ દ્વારા આર્થિક ઉપાર્જન કરવામાં આવતું હોવાનું જણાવ્યુ હોય આથી આ બાબતે ધ્યાને લઈ નેક નામદાર મહારાજા સાહેબની શહેરમાં આવેલ મિલ્કતો પૈકી તેમના સીધા વંશ વારસદારો દ્વારા રહેણાંક ઉપયોગ થતી હોય તેવી મિલ્કતોમાં મિલ્કત વેરો, સફાઈ કર, શિક્ષણ ઉપર કર અને સ્ટ્રીટ લાઈટ કર ન લેવા સર્વાનુમતે નિર્ણય થયો હતો.
મહાનગર પાલિકા સ્ટેન્ડીંગ કમિટીની ચેરમેન ધાંધલ્યાના અધ્યક્ષ પદે મળેલી બેઠકમાં આવો નિર્ણય લેવાયો હતો, આ બેઠકમાં કમિ.ગાંધી ઉપસ્થિત રહયા હતા. સ્ટેન્ડીગ કમિટીએ રાજવી પરિવાર માટે લીધેલ આ નિર્ણયને આવકાર મળ્યો હતો. આવો ટેકસ માફ કરવા મહારાજા દ્વારા ર૬-૮-૧૬ના રોજ કોર્પોરેશનને પત્ર લખતા કમિશ્નરે આ અંગે સ્ટે.કમિટીને નિર્ણય માટે ઠરાવ મોકલ્યો હતો.
મળેલી આજની બેઠકમાં ૩૭ ઠરાવો ચર્ચા વિચારણાના અંતે પાસ થયા હતા. આજે મળેલી બેઠકમાં દંડક અને નગરસેવક રાજુભાઈ રાબડીયાએ ભાવનગરની પ્રજા મહારાજાની રૂણી છે, જે વેરો માફ કર્યો તે નિર્ણય સેવા સદન માટે મહત્વનો બને છે, તેમ જણાવી ખુશી વ્યકત કરેલ. બેઠકમાં હરેશ મકવાણાએ ડ્રેનેજ મુદ્દે કેટલીક ફરીયાદો કરી હતી, આવી જ ફરીયાદ કિશોર ગુરુમુખાણીએ પણ કરી હતી. મકવાણાએ વેરા મુદ્દે એવો આક્રોસ વ્યકત કર્યો હતો કે, જે લોકો વેરો નથી ભરતા તે ભરતા જ નથી તેઓએ વેરો ભરવો જ પડે જે લોકો રેગ્યુલર વેરો ભરે તેનો મુદ્દો ઉભો કર્યો હતો, તેમણે વોટર વર્કસનો મુદ્દો પણ રજુ કરેલ. જયારે ડી.ડી.ગોહેલે દ્યર વેરા વિભાગની બેદકારીઓ સામે વધુ પડતો રોષ વ્યકત કરતા કહયુ હતુ કે, દ્યરવેરામાં કોઈ પણ પ્રકારનું પ્રજાનું કામ થતુ નથી દ્યરવેરામાં કર્મચારીઓ મોબાઈલોમાં ગેમો જ રમતા હોય છે, આપણે કર્મચારીઓની ભરતી પણ બહાર ગામના લોકોની કરી છે.
ટીપી સ્કીમો અં શાસક પાર્ટીના ડી.ડી.એ રોષ પૂર્વક રજુઆત કરી તંત્રની ટીકા કરી હતી. તો બીજી બાજુ ખુદ ચેરમેન ધાંધલ્યાએ એવો હળવો આક્રોસ વ્યકત કર્યો કે લીઝ પ્લોટ મુદ્દે હું ર૦૧૦થી માથાકુટ કરૂ છુ.
દ્યરવેરા વિભાગના રાણા અને ફાલ્ગુનભાઈ શાહે દફતર સુધારણા ચાલી રહયાની બોર્ડને વિગત આપી હતી. મહેકમ મુદ્દે દેવાંગીબેને સરકારી પરિપત્રનો ઉલ્લેખ કરી તો પ્રમાણે અમલીકરણની વાત જણાવી હતી. ચેરમેને સભ્યોની ફરીયાદો સાંભળીએ વાત સ્વીકારતા એમ જણાવ્યુ કે દ્યરવેરા વિભાગમાં દ્યણી બધી ભૂલો છે, એમ કહીને સભ્યોની ફરીયાદોમાં સુર પુરાવ્યો હતો.

નગરના વિકાસ કાર્યો માટે મારા શ્રેષ્ઠ પ્રયત્નો રહેશે : કમિ.ગાંધી
મહાનગર પાલિકાના કમિશ્નર પદે વરાયેલા નવા કમિશ્નર ગાંધીને સ્ટેન્ડીંગ કમિટી બેઠકમાં ચેરમેન સુરેશભાઈ ધાંધલ્યાએ આકારી શુભકાના વ્યકત કરી હતી. કમિ.ગાંધીએ કોર્પોરેશનના લોક પ્રતિનિધિઓને નગરના અવાજ રૂપ ગણાવી એવો નિર્દેશ કર્યો કે વહિવટી તંત્રે કાયદાકિય રૂપે જોવુ પડે તેવી માર્મિક ટકોર કરતા કહયુ હતુ કે, જોડતી કડીનુ કામ કમિશ્નર દ્વારા થતુ હોય છે અને તે નિભાવવા પ્રયત્નશીલ રહીશ. વિકાસ કાર્યો માટે મારા તંત્ર તરફથી શ્રેષ્ઠ પ્રયત્નો રહેશે તેવી ખાત્રી વ્યકત કરી હતી.