8307

ગાંધીનગર ખાતે આજથી આરંભ થતી ધોરણ- ૧૦ અને ૧૨ની પરીક્ષાઓના વિધાર્થીઓને રાજયના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ શેઠ સી.એમ. હાઇસ્કુલ અને શિક્ષણ રાજય મંત્રી  વિભાવરીબેન દવેએ જે.એમ.ચૌધરી સાર્વજનિક વિધાલય ખાતે ઉપસ્થિરત રહી વિધાર્થીઓને ગુલાબનું ફૂલ અને ચોકલેટ આપીને શુભકામનાઓ પાઠવી હતી. 
શેઠ સી.એમ. હાઇસ્કુલ, સેકટર- ૨૩ ખાતે વિધાર્થીઓને શુભકામનાઓ પાઠવવા ઉપસ્થિઠત શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આજથી આરંભ થનાર ધોરણ- ૧૦ અને ૧૨ની પરીક્ષા આપનાર સર્વે વિધાર્થીઓને શુભકામનાઓ પાઠવી હતી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આજે રાજયમાં ધોરણ- ૧૦ અને ૧૨ની પરીક્ષા ૧૫ લાખ ૧૫ હજાર જેટલા વિધાર્થીઓ આપશે. આ પરીક્ષાઓ રાજયના ૧૫૪૫ જેટલા સેન્ટરોના ૫૪૮૩ જેટલા શાળા સંકુલના ૬૦૩૩૮ જેટલા વર્ગ ખંડોમાં યોજાનાર છે. છેલ્લા બે વર્ષથી ધોરણ- ૧૦ અને ૧૨ ની પરીક્ષાઓનું આયોજન જેલમાં પણ કરવામાં આવે છે.        
શેઠ સી.એમ. હાઇસ્કુમલ, સેકટર- ૨૩ ખાતે શુભકામનાઓ પાઠવવા માટે કડી સર્વ વિશ્વ વિધાલયના ચેરમેન વલ્લભભાઇ પટેલ, ગાંધીનગર જિલ્લા શિક્ષણાધિકારી એસ.એમ.બારડ અને સંસ્થાલના શિક્ષકો અને ટ્રસ્ટીા મંડળના સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિુત રહ્યાં હતા. જે.એમ.ચૌધરી સાર્વજિનક કન્યા વિધાલયમાં વિધાર્થીઓને હાર્દિક શુભેચ્છાઓ પાઠવવા માટે મંત્રી સાથે સંસ્થાના વડા હરિભાઇ વી. ચૌધરી,  મહામંત્રી એમ.કે. ચૌધરી, મંત્રી શંકરભાઇ ચૌધરી, સંસ્થારના કેમ્પસ ડાયરેકટર યશવંતભાઇ ચૌધરી સહિત શિક્ષકગણ અને ટ્રસ્ટીય મંડળના સભ્યો પણ ઉપસ્થિતત રહ્યાં હતાં.