7123

શહેરના ભરતનગર યોગેશ્વરનગરમાં રહેતા શખ્સને એસઓજી ટીમે ત્રણ ચોરાઉ મોટરસાયકલ સાથે ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
એસ.ઓ.જી. શાખાના પોલીસ કોન્સ. નીતીનભાઇ ખટાણા તથા હરેશભાઇ ઉલવાને મળેલ બાતમી આધારે ભરતનગર યોગેશ્વરનગરમાંથી આરોપી અશ્વિન ઉર્ફે ચીનો અશોકભાઇ ચૌહાણ રહે. યોગેશ્વરનગર રૂમ નંબર ૮૪૭૦ ભાવનગરવાળાને તેના ઘરેથી ત્રણ શંકાસ્પદ મોટર સાયકલ સાથે ઝડપી પાડેલ અને મોટર સાયકલો બાબતે આરોપીને પુછતા પકડાયેલ ત્રણેય મોટર સાયકલો પૈકી એક મો.સા. પાલીતાણાથી તથા બે મો.સા. પોતે ભરતનગર વિસ્તારમાંથી ચોરી કરેલ હોવાનું જણાવેલ. જેથી આ બાબતે ખરાઇ કરતા એક મો.સા. બાબતે પાલીતાણા ટાઉન પોલીસ સ્ટેશન ખાતે મો.સા.ની ચોરીની તથા બે મો.સા. બાબતે ભરતનગર પોલીસ સ્ટેશનમાં વાહનચોરીઓના ગુન્હાઓ દાખલ થયેલ છે. ઈસમ વિરૂધ્ધમાં કાયદેસર કાર્યવાહી કરી તેને ભરતનગર પોલીસ સ્ટેશન ખાતે સોપી આપેલ છે. ઉલ્લેખનીય એ છે કે, આરોપી અગાઉ પણ બોટાદમાં આંગડીયા લુંટના ગુન્હામાં તથા ભાવનગરમાં તળાજારોડ ઉપર મોબાઇલ તથા રોકડ રૂપિયાની લુંટ કરવાના ગુન્હાઓમાં જેલવાસ ભોગવી ચુકેલ છે.  આ કામગીરી એસ.ઓ.જી.ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ. ડી.ડી.પરમારના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. શાખાના હેડ કોન્સ. યોગેન્દ્રસિંહ ગોહિલ તથા બલવિરસિંહ જાડેજા તથા પોલીસ કોન્સ. નીતીનભાઇ ખટાણા તથા હરેશભાઇ ઉલવા તથા સોહિલભાઇ ચોકીયા તથા જીતેન્દ્રસિંહ જાડેજા જોડાયા હતા.