4946

મહુવાના ભાદ્રોડ ગામ નજીક સાંજના સુમારે કોઈ અજાણ્યા ટ્રકના ચાલકે બાઈક સવાર યુવાનનું ઘટના સ્થળે જ મોત નિપજવા પામ્યું હતું.
પ્રાપ્ત વિગત મુજબ, મહુવાના લાઈટ હાઉસ પાસે રહેતા ધીરૂભાઈ કડવાભાઈ બાંભણીયા ઉ.વ.રર બગદાણા ગામે ખેતીકામ કરવા ગયા હતા. જ્યાંથી પોતાનું બાઈક નં.જીજે૧૪ એફ ૩૭૭૩ લઈ ઘરે પરત ફરતા હતા તે વેળાએ ભાદ્રોડ ગામ નજીક આવેલ બુંટીયાના નાળા પાસે કોઈ અજાણ્યા ટ્રકના ચાલકે બાઈકને ટલ્લો મારતા ધીરૂભાઈને ગંભીર ઈજાઓ થવા પામી હતી. જેમને તુરંત સારવાર અર્થે મહુવા હોસ્પિટલમાં ખસેડાતા જ્યાં ફરજ પરના તબીબે તપાસી મૃત જાહેર કર્યા હતા. બનાવ અંગે મહુવા પોલીસ સ્ટાફ દોડી જઈ જરૂરી કેસ કાગળો કરી લાશને પી.એમ. અર્થે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી.