3912

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યાં છે ત્યારે ભાજપ યુવા મોરચા દ્વારા આજે ભાવનગરમાં વિજય ટંકાર સંમેલન અને વિશાળ બાઈક રેલીનું આયોજન કરવામાં આવેલ. જેમાં ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણી, યુવા મોરચાના પ્રદેશ પ્રમુખ ઋત્વીજ પટેલની ઉપસ્થિતિમાં નારી ચોકડી ખાતેથી નિકળેલ બાઈક રેલીમાં હજારો યુવાનો જોડાયા હતા અને કેસરીયા ધજા-પતાકા સાથેની આ રેલી સેતુ પાર્ટી પ્લોટ ખાતે પહોંચી હતી. જ્યાં સંમેલન યોજાયું હતું.
આગામી વિધાનસભાની ચૂંટણીને ધ્યાને લઈ રાખીને ભાજપ દ્વારા રાજ્યભરની ૧૮ર વિધાનસભા સીટો ઉપર સંમેલનો યોજાનાર હોય જેનો પ્રારંભ ભાવનગરથી કરાયો જેમાં જીતુ વાઘાણી તથા યુવા મોરચાના પ્રમુખ ઋત્વીજ પટેલની ઉપસ્થિતિમાં નારી ચોકડી ખાતેથી વિશાળ બાઈક રેલી કાઢવામાં આવી હતી. જેમાં શહેર પ્રમુખ સનત મોદી તથા મેયર નિમુબેન બાંભણીયા સહિત હોદ્દેદારો તેમજ શહેર યુવા મોરચાના પ્રમુખ કુલદિપસિંહ ચુડાસમા સહિત યુવા આગેવાનો સહિત હજારો યુવાનો કેસરીયા ધજા-પતાકા સાથે જોડાયા હતા અને સંમેલન સ્થળ સેતુ પાર્ટી પ્લોટ ખાતે પહોંચ્યા હતા.
સેતુ પાર્ટી પ્લોટ ખાતે યોજાયેલા વિજય ટંકાર સંમેલનમાં પ્રારંભે બન્ને પ્રમુખોનું સ્વાગત કરાયું હતું. જ્યારે બન્ને પ્રમુખ સહિત હોદ્દેદારોએ આગામી વિધાનસભામાં વિજય માટે અત્યારથી જ કમર કસવા આહવાન કરાયું હતું. આ સંમેલનમાં મેયર નિમુબેન બાંભણીયા, શહેર પ્રમુખ સનત મોદી, સંસદીય સચિવ વિભાવરીબેન દવે, પૂર્વ સાંસદ રાજેન્દ્રસિંહ રાણા, ગીરીશભાઈ શાહ, અમોહભાઈ શાહ સહિત હોદ્દેદારો, નગરસેવકો, કાર્યકરો, યુવાનો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતા.