3955

બોટાદ સહિત જિલામાં ભારે વરસાદ પડતા ખેડૂતોમાં આનદ છવાયો છે. બોટાદ શહેરમાં બે કલાકમાં સવા બે ઈચ વરસાદ ખાબક્યો, ભારે વરસાદના કારણે શહેરના નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા. મુખ્ય માર્ગો પર પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી ભોગવવી પડી હતી.
બોટાદ સહિત જિલામાં છેલા બે દિવસ થી ધીમીધારે વરસાદ પડી રહ્યો હતો ત્યારે આજે સવારના ૧૦ કલાકે શહેરમાં ભારે વરસાદ પડતા બે કલાકમાં સવા બે ઈચ વરસાદ પડ્યો હતો. ભારે વરસાદ ના કારણે ઠેર ઠેર જગ્યા પર પાણી ભરાયા હતા. બોટાદ સહિત જિલાના બરવાળા, રાણપુર અને ગઢડામાં પણ વરસાદ વરસ્યો હતો. જેમાં બોટાદમાં સવા બે ઈચ વરસાદ, ગઢડામાં ૧૨ મીમી રાણપુરમાં સવા ઈચ વરસાદ અને બરવાળામાં એક ઈચ વરસાદ નોધાયો હતો. બોટાદ શહેરમાં પડેલા ભારે વરસાદના કારણે ગઢડા રોડ, ભાવનગર રોડ, તુરખા રોડ, પાચપડા, હિફલી વિસ્તાર, જ્યોતિગ્રામ સર્કલ, મુસ્લિમ સોસાયટી સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા હતા તો ભારે વરસાદના કારણે મુખ્ય માર્ગો પર પાણી ફરી વળતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. પાણી ભરાતા નગરપાલિકાની પ્રીમોન્સુન કામગીરીની પોલ ખુલી હતી.