7827

વડવા સમસ્ત બ્રહ્મસમાજ યુવા ગ્રુપ દ્વારા આજે સમસ્ત બ્રહ્મસમાજનો ૧પમો સમુહ યજ્ઞોપવિત સમારોહ જશોનાથ મહાદેવ મંદિરના પટાંગણમાં યોજાયો હતો. જેમાં ૧૯ બટુકોએ દ્વિજત્વ ધારણ કર્યુ હતું. આ પ્રસંગે સંતો-મહંતો સહિત જ્ઞાતિના આગેવાનો અને આમંત્રિતોએ બટુકોને શુભેચ્છા પાઠવી હતી. કાર્યક્રમને સફળ બનાવવા કાર્તિકભાઈ મહેતા, હિતેશભાઈ પંડયા સહિત હોદ્દેદારોએ જહેમત ઉઠાવી હતી.