3787

ગાંધીનગરમાં આવેલી બે શાળાઓની સ્કુલ બસો સરગાસણ ચોકડી પાસે ટકરાતાં અકસ્માત થયો હતો. વિદ્યાર્થીઓ બેઠેલા હતા. છતા સદનસીબે મોટી ઈજા થઈ ન હતી. નાની-મોટી ઈજા વિદ્યાર્થીઓને થઈ હતી. બપોરના બે થી અઢીના સુમારે વિદ્યાર્થીઓને ઘરે મુકવા જતાં ઈન્ફોસીટી સાયન્સ કોલેજની બસ અને દલસાણીયા સ્કુલની બે બસ અથડાતા અકસ્માત સર્જાયો હતો. આમ બસ હોવા છતાં વિદ્યાર્થીઓની સલામતી અંગે વાલીઓને ચિંતા થતાં દોડી આવ્યા હતા. પોતાના બાળકને સલામત જોતાં અંતે હાશ થઈ હતી.