8322

ભાવનગર-રાજકોટ હાઈવે પર રંઘોળા અને જાળીયા ગામ વચ્ચે મોડી સાંજે ફોર્ચ્યુનર કાર અને ઘંઉ કાઢવા માટેનું તોતિંગ હલર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો બનાવમાં ચાર વ્યક્તિઓને ગંભીર ઈજાઓ થતાં સિહોર ૧૦૮ સેવા દ્વારા હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. ગત તા.૬ના રોજ રંઘોળા પુલ પાસે થયેલ કરૂણ દુર્ઘટનાને થોડી દુર જ આ ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. જેમા ફોર્ચ્યુનર ટોટલ લોસ થઈ ગઈ છે અને તોતીંગ હલર પલ્ટી મારી ગયુ હતું. બનાવની મળતી વિગત મુજબ ભાવનગર રાજકોટ હાઈવે પર રંઘોળા અને જાળીયા ગામ વચ્ચે અમરેલીથી ભાવનગર તરફ આવી રહેલ ફોર્ચ્યુનર  કાર નં.જી.જે.૧ એ. એફ. ૯૦૯૧ અને ઘઉ કાઢવા માટેનું તોતીંગ હલર નં.પી.બી. ૧૦ પી. એલ. ૭૨૬૯ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. બનાવમાં ફોર્ચ્યુનર કારમાં સવાર વિકાસભાઈ પટેલ ઉ.૪૦ રે. દુધાળા, અમરેલી અને સજ્જનસિંગ ઉ.૩૭ રે. ટીંબી તેમજ હલરમાં બેસેલા રહમીરસિંહ ઉ.૪૫ રે પંજાબ અને લખબંદરસીંગ ઉ.૫૫ રે.પંજાબવાળાને ગંભીર ઈજાઓ થતા ૧૦૮ સેવા દ્વારા સીહોર હોસ્પિટલ ખસેડાયા છે. પરંતુ ગંભીર ઈજાઓ થતાં વધુ સારવાર અર્થે ભાવનગર હોસ્પિટલ ખસેડાયા હોવાનું જાણવા મળી રહ્યુ છે.