3733

ભાવનગર મહાપાલિકાના આરોગ્ય વિભાગની ટીમ દ્વારા રોગચાળાની સ્થિતીને ધ્યાને લઈને શહેરના વાઘાવાડી રોડ સહિતના સ્થળોએ આવેલ હોટલ, રેસ્ટોરન્ટ અને ડાયનીંગ હોલમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું.
આરોગ્ય વિભાગની ટીમ દ્વારા કાળાનાળામાં આવેલ હિંગળાજ ડાયનીંગ હોલ, મહાલક્ષ્મી ડાનીંગ હોલ, વાઘાવાડી રોડ પર આવેલ રંગોલી હોટલ ડિમ્પલ ફાસ્ટફુડ સેફરોન હોટેલ, તળાજા રોડ પર આવેલ મહાલક્ષ્મી ડાયનીંગ હોલ, સોલંકી રેસ્ટોરન્ટમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. આરોગ્ય વિભાગની ટીમ દ્વારા સાત જેટલા રેસ્ટોરન્ટ, હોટલ, ડાયનીંગ હોલમાં તપાસ હાથ ધરી સાફ સફાઈ સ્વચ્છતા અને લોક આરોગ્ય વિષયક નિયમોના ઉલ્લઘન બદલ નોટીસ પાઠવવામાં આવી હતી ચોમાસાની સીઝન તથા રોગચાળાના પગલે આરોગ્ય વિભાગ દ્વારા ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું.