6259

શહેરના દેરી રોડ કૃષ્ણનગર વિસ્તારમાં પાણી ભરેલા ખુલ્લા કુવામાં એક ગાય પડી ગઈ હોવાની જાણ ફાયરબ્રિગેડને કરાતા તુરંત ફાયર સ્ટાફ ઘટના સ્થળે દોડી જઈ ભારે જહેમત બાદ ગાયને જીવત બહાર કાઢી હતી.
પ્રાપ્ત વિગત મુજબ શહેરના મહિલા કોલેજ સર્કલ પાસે કૃષ્ણનગર જૈન દેરાસર પાસે પ્લોટ નં.૬પ૧માં પાણી ભરેલા ૪૦ ફુટ ઉંડા કુવામાં ગાય પડી ગઈ હોવાની જાણ ફાયરબ્રિગેડને કરાતા તુરંત ફાયરસ્ટાફ દોડી જઈ ભારે જહેમત બાદ ગાયને જીવત બહાર કાઢી હતી.