4906

ગાંધી જયંતિના દિવસે પોરબંદરથી ભાજપની ગુજરાત ગૌરવ યાત્રાનું ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઇ શાહ, મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી સહિતની ઉપસ્થિતિમાં કરાયું હતું. આ ગુજરાત ગૌરવ યાત્રાનું જુદા જુદા વિસ્તારોમાં પરિભ્રમણ થઇ રહ્યું છે. આજે ગુજરાત ગૌરવ યાત્રાનું દહેગામ, બારોટના મીસપુરા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીનું ભવ્ય સ્વાગત કરાયું હતું. આ તકે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ જુદી જુદી જગ્યાએ જાહેરસભા સંબોધી હતી.