3953

દામનગરમાં મોક્ષમંદિર ખાતે મુખ્યદાતા ગોપાલભાઈ વસ્તપરા અને મુકતાબેન ગોપાલભાઈના હસ્તે લાખોના ખર્ચે નિર્માણ થનાર રપ ફુટ લંબાઈના મોક્ષદ્વારનું ખાતમુર્હુત પૂર્વે દામનગરમાં પ્રવેશતા જ દાતા પરિવારનું ટુ વ્હીલ બાઈક રેલી યોજી સ્વાગત નાની બાળાઓએ લોટી નાળીયેરથી કુમ કુમ તિલક કરી દાતાને સન્માન્યા હતા. દામનગર નગરપાલિકા પ્રમુખ મનસુખભાઈ જયપાલ, દામનગર ચેમ્બર ઓફ કોમર્સ અમરશીભાઈ નારોલા, રજનીભાઈ ધોળકીયા, જીતુભાઈ બલર, મુકેશભાઈ સોની, ગૌતમભાઈ ચૌહાણ, ભોળાભાઈ બોખા, કિશોરભાઈ ભટ્ટ, આર.કે. નારોલા, નિકુલભાઈ રાવળ, ચંદુભાઈ ચિતળીયા, ગણેશભાઈ નારોલા, માજી નગરપતિ વલ્લભભાઈ કનુભાઈ સુતરીયા, દેવચંદભાઈ આલગિયા, ધનજીભાઈ જાડા, નાનજીભાઈ કાસોદરિયા, બટુકભાઈ શિયાણી, કાંતિભાઈ તજા, નિરૂભાઈ ગઢવી, પ્રિતેશભાઈ નારોલા, ગોવિંદભાઈ, તજા ધીરૂભાઈ નારોલા, એલ.જી. લાભુભાઈ તજા સહિત બહેનો પણ મોટીસંખ્યામાં સામૈયા લઈ ભવ્ય સ્વાગત કર્યુ હતું. દામનગર સ્મશાન સુધારા માટે ખુબ સહકાર અર્પી રહેલ ગોપાલભાઈ વસ્તપરા દ્વારા સર્વજ્ઞાતિ સમુહ લગ્નો શિક્ષણ-આરોગ્ય જેવી અનેકો સેવામાં ઉદારતાથી સખાવતો કરે છે.