3643

૭૧માં સ્વાતંત્ર્ય પર્વ દિનની ઉજવણીના ભાગરૂપે ધોલેરા તાલુકા કક્ષાનો ધ્વજવંદન કાર્યક્રમ ઓતારિયા ખાતે મામલતદાર એન.કે. ભગોરાના હસ્તે ધ્વજવંદન ત્યારબાદ તેમના દ્વારા તિરંગાને સલામી અપાઈ હતી તો ધંધુકાના તાલુકા કક્ષાનો પડાણા ખાતે યોજાવેલ ધ્વજવંદન કાર્યક્રમમાં મામલતદાર આઈ.આર. પરમારના હસ્તે ધ્વજવંદન ત્યારબાદ સલામી અપાયેલ.
તદ્દઉપરાંત ધોલેરા-ધંધુકાની તાલુકા ખાતે આવેલ કચેરીઓમાં પણ ધ્વજવંદન જે-તે અધિકારીઓના હસ્તે કરવામાં આવેલ તો ધોલેરા તાલુકાની જે.એન. વિદ્યામંદિર ખાતે હાઈસ્કુલ ખાતે તથા અન્ય હાઈસ્કુલોમાં તથા તમામ પ્રાયમરી સ્કુલોમાં જમાષ્ટમીની રજા હોવા છતાં કર્મચારીઓએ રાષ્ટ્રપ્રેમની ભાવના અદા કરી રજાની બાદબાકી કરી સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવેલ.
ધોલેરા તાલુકાના ઓતારીયા ખાતેના કાર્યક્રમમાં શાળાની બાળાઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો આપવામાં આવ્યા હતા તો બન્ને તાલુકાની ગ્રામ પંચાયતોમાં પણ જે-તે સરપંચો દ્વારા ધ્વજવંદન કરવામાં આવેલ. આમ રાષ્ટ્રીય પર્વની ઉજવણીમાં તમામ સ્કુલોના બાળકો, શિક્ષકગણ દ્વારા ફરજીયાત હાજરી આપી ઉત્સાહભેર ઉજવણી કરી હતી.