9075

જાફરાબાદના વઢેરા ગામે ગાંધી ભવન ખાતે ડો. આંબેડકરની ૧ર૭મી જન્મજયંતિ મામલતદાર ચૌહાણની અધ્યક્ષતામાં ઉજવાઈ જેમાં આગણવાડીના સીડીપીઓ મંજુબહેન દ્વારા બાળ તુલા કાર્યક્રમ ઉજવાયો હતો.
જાફરાબાદના વાઢેરા ગામના ગાંધીભુવન ખાતે આંબેડકરની ૧ર૭મી જન્મજયંતિ નિમિત્તે આંગણવાડીના નેશનલ મીશન ન્યુટીશન બાળતુલા કાર્યક્રમ જાફરાબાદ મામલતદાર ચૌહાણની અધ્યક્ષતામાં યોજાયો જેમાં તાલુકા પંચાયતના એ.ટી.ડી. ઓગીરીશભાઈ મકવાણા ટી.પી.ઓ વાઢેરભાઈ તેમ સિંચાઈ વિભાગના અધિકારી પટેલ તેમજ ગામના સરપંચ લક્ષ્મીબહેન કાનાભાઈ, ઉપસરપંચ કોંગ્રેસ મહામંત્રી લખમણભાઈ બાંભણીયા, હમીરભાઈ કોટડીયા, મંગાભાઈ, કાળુભાઈ, કાળુભાઈ, ભરતભાઈ બાંભણીયા, પુંજાભાઈ ભાલીયા, ગોવિંદભાઈ બાંભણીયા, તાલુકા સદસ્ય મસરીભાઈ, માજી સરપંચ લખમણભાઈ સાંખટ, નાનજીભાઈ બારૈયા દ્વારા ગામમાં ઘરે ઘરેથી ભુલકાઓ તેની માતાઓ સાથે ૧૦૦ જેટલા બાળકોને બાળતુલા કરાવાઈ.