4965

રાજુલાના કથીવદર ગામે અમરીશ ડેરના સહયોગથી હનુમંત હોસ્પિટલના ઉપક્રમે આંખના રોગો માટે ફ્રી નિદાન કેમ્પ કોમ્યુનિટી હોલ ખાતે યોજાયો હતો. જેમાં ૧૩૦થી વધુ નાના-મોટા દર્દીઓએ ચેકઅપ કરાવ્યું હતું અને સાથે સાથે સ્કુલના બાળકો માટે પણ બાળરોગ નિષ્ણાંત ઉપસ્થિત હોવાથી જરૂરી બાળકોને દવાઓ પણ વિતરણ કરાઈ હતી તેમજ ૧૧ દર્દીઓને જરૂરીયાતપણે ઓપરેશનની જરૂર જણાતા તેઓને ઓપરેશન માટે મહુવા હનુમંત હોસ્પિટલ ખાતે કરવામાં આવશે જેનો સંપૂર્ણ ખર્ચ અમરીશભાઈ ડેર દ્વારા ઉઠાવવામાં આવશે તેમજ વાહન વ્યવસ્થા પણ ફ્રીમાં કરવામાં આવી છે.