7793

શહેરના ફુલસર, ચિત્રા વિસ્તારમાં આવેલ આવાસ યોજના વસાહતનાફલેટમાં તસ્કોરોએ કરબ અજમાવી સોના-ચાંદીના દાગીના રોકડનો હાથફેરો કરી નાસી છુટયોની વિગતો જાણવા મળી છે. 
એક તરફ લગ્ન ગાળો પુર બહારમાં ચાલી રહ્યો છે. ત્યારે લોકો પોતાની મિલ્કત- મકાનો બંધ કરી પ્રસંગમાં જતા હોય જે તકનો લાભ ઉઠાવી ઉઠાવ ગીરો છાશવારે ચોરીની ઘટનાને અંજામ આપી બે ખૌફ ફરિ રહ્યા છે. જેથી લોકોની ચિંતામાં વધારો થઈ રહ્યો છે. આવા બનાવ અંગે સુત્રોના જણાવ્યા અનુસાર શહેરના ફુલસર વિસ્તારમાં આવેલ આવાસ યોજનાના ફલેટ નં. સી-૪૦૧ અને ૪૦૪-સીમાં રહેતા પરિવારો પ્રસંગ સબબ પોતાના ફલેટને તાળા મારી બહાર ગામ ગયા હોય જે દરમ્યાન કોઈ અજાણ્યા શખ્સો આ ફલેટના તાળા  તોડી બન્ને ફલેટમાંથી સોના-ચાંદીના દાગીના તથા રોકડ રકમ ઉસેડી નાસી છુટયા હતા જો કે આ ઘટના અંગે ફલેટ માલિકો દ્વારા હજુ સુધી પોલીસ ફરિયાદ નોંધાવી નથી.