3791

રાજુલા તાલુકાના દેવપરા ગામને પીપાવાવ પોર્ટે દત્તક લીધા હોવા છતા આપેલ પીવાનું પાણી બંધ કરી દેતા ગામ લોકો દ્વારા ચક્કાજામ કરાયો હતો. ધારાસભ્ય હિરાભાઈ સોલંકી તાબડતોબ સ્થળ પર પહોંચી લોકો સાથે રહી પીપાવાવ પોર્ટના અધિકારીઓ બોલાવી મામલો શાંત પાડ્યો હતો.
રાજુલાના દેવપરા ગામને આઝાદીના ૭-૭ દાયકાઓ જાય તો પણ ગામને પીવાના પાણીની સગવડ આજદિન સુધી કરેલ ન હોય ત્યારે પીપાવાવ પોર્ટ દ્વારા આ ગામને દત્તક લીધેલ હોય પણ કોણ જાણે કેમ થયું પીપાવાવ દ્વારા દેવપરા ગામને અપાતું પીવાનું પાણી બંધ કરી દેતા ગામ લોકો હોબાળો મચી ગયો અને ચક્કાજામ થતા તાલુકામાં ખળભળાટ મચી ગયો. તાબડતોબ હિરાભાઈ સોલંકી દેવપરા પહોંચી ગામ લોકોની વ્યથા સાચી જ છે અને પીપાવાવ પોર્ટના અધિકારીઓ સાથે ન્યાયીક કાર્યવાહી કરવા આદેશ અપાયા અને ઘટતુ થશે જ તેમજ સરકારમાં પણ આ ગંભીર પાણી પ્રશ્ન ભરચોમાસે ઉદ્દભવ્યો હોય તો ઉનાળે તો આ ગામની શું દશા થાય તે માટે ઘટતું કરવા ચારે બાજુ તંત્રને કામે લગાડાયું અને મામલો શાંત પાડ્યો. આ તકે ગામ આગેવાન ગૌતમભાઈ ગુજરીયા, કમલેશભાઈ મકવાણા, સરપંચ બાઉભાઈ રામ, હરસુરભાઈ સરપંચ નિંગાળા, માજી સરપંચ રામભાઈ, ધીરૂભાઈ વાજા, જેન્તીભાઈ વાજા, અશોકભાઈ બારૈયા, રયાભાઈ, ભુપતભાઈ, બાબુભાઈ, અરજણભાઈ પટેલ સહિત ગામ આગેવાનો દ્વારા કરાયેલ ચક્કાજામ કાર્યક્રમને ધારાસભ્ય હીરાભાઈ સોલંકીએ વ્યાજબી ગણાવ્યો હતો. જેની અસર ઔદ્યોગિક એકમોમાં પણ થવા પામી છે. આજુબાજુના ગામોનું ધ્યાન જીણી જીણી બાબતે ફરતા દરેક ઔદ્યોગિક એકમોએ રાખવું જોઈએ તેમ અંતમાં કહેલ.