6288

સિહોર તાબેના રાજપરા ખોડીયાર પ્લોટ વિસ્તાર નજીક પરપ્રાંતિય યુવતીને ઝાડ સાથે દુપટ્ટા વડે ગળાફાંસો ખાઈ આપઘાત વ્હોરી લીધો હતો. બનાવની જાણ થતા સિહોર પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે દોડી જઈ તપાસ હાથ ધરી હતી. સિહોરના રાજપરા ખોડીયાર પ્લોટ વિસ્તાર જવાના રસ્તે મામાના ઓટા પાસે આવેલ ખીજડાના ઝાડ સાથે દુપટ્ટાથી અજાણી યુવતીનો ગળાફાંસો ખાતા મોત નિપજ્યું હતું. આ અંગે સિહોર પોલીસને જાણ થતા તાબડતોબ ઘટનાસ્થળે પહોંચી જરૂરી કેસ કાગળો કરી યુવતીને નીચે ઉતારી સિહોર પીએમમાં મોકલી અપાઈ છે ત્યારે આ હત્યા કરી કોઈએ ઝાડ સાથે ટીંગાડી છે કે જાતે ગળાફાંસો ખાધો છે કે કોઈ અન્ય કારણ છે તે જાણવા ચક્રો ગતિમાન કર્યા છે. આ અંગે તપાસ કરતા આ યુવતીના સગાવ્હાલા હોસ્પિટલ ધસી આવ્યા હતા ત્યારે યુવતીની ઓળખ ચંદ્રકલા ઘરભરણ પ્રસાદ ઉ.વ.ર૦ મુળ યુપી હાલ સિહોર પાંચવડા વિસ્તાર આપી હતી ત્યારે આ ગળાફાંસો અંગે કોઈ જાણકારી ન હોવાનું જણાવ્યું હતું.