4696

શહેર સ્થિત ગાંધી સ્મૃતિ ટ્રસ્ટ દ્વારા દર વર્ષની પરંપરા અનુસાર આ વર્ષે પણ ર ઓકટોબર ગાંધી જયંતિના રોજ ગાંધી વિચાર મુજબ ગાંધી સ્મૃતિ પટાંગણ ખાતે સવારે ૯ થી ૯ઃ૪પ દરમ્યાન સર્વધર્મ પ્રાર્થના, ભજન, ધુન તેમજ ગાંધી ચરિત્ર વાંચન જેવા કાર્યો યોજી ગાંધી જયંતિની ઉજવણી કરવામાં આવશે. આ દિને ખાદીને પ્રોત્સાહન મળે તે હેતુસર ગુજરાતી ખાદીની ખરીદી પર ર૦ ટકા તથા પ્રાંત અને રેશમ ખાદી પર ૧૦ તથા પ ટકા વળતર આપવામાં આવશે. અને તૈયાર વસ્ત્રો ઉપર પણ વળતર યોજના શરૂ કરવામાં આવી છે. મહિલાઓના ડ્રેસ મટિરીયલ્સ, સુતરાઉ સાડી, રેશમ ખાદી, પટોળા, પોલી વસ્ત્રોના પેન્ટ શર્ટ પીસ ઉપલબ્ધ હોવા સાથે સ્કૂલથી કોલેજમાં અભ્યાસરત વિદ્યાર્થીઓના ખાદી વસ્ત્રો પર ૩૦ ટકાનું વળતર આપવામાં આવશે.