8302

પાલનપુરની સગીરાને પ્રેમજાળમાં ફસાવી એકાદ વર્ષ પહેલાં અપહરણ કરી દુષ્કર્મ ગુજારાયો હતો. તેને મારઝુડ કરી મારી નાખવાની ધમકી આપી દેહવેપાર માટે મજબૂર બનાવાઇ હતી. બાદમાં બે લાખમાં સોદો કરી લગ્ન કરાવી મરજી વિરૂદ્ધ શોષણ કરતા પિડીતાએ ૬ સામે ફરિયાદ નોંધાવી હતી. 
પાલનપુરના પ્રકાશનગર સોસાયટી વિસ્તારમાં રહેતી એક સગીરાને રમેશ નામનો યુવક પ્રેમજાળમાં ફસાવી એકાદ વર્ષ પહેલા સગીરાનું અપહરણ કર્યું હતું. તેની સાથે દુષ્કર્મ ગુજારી મારઝુડ કરી મારી નાખવાની ધમકી આપી દેહવિક્રયનો બદીમાં ધકેલી દીધી હતી.પિડીતાને મજબુર કરી રમેશે ૨ લાખ રૂપિયામાં મોડાસ કંપામાં રહેતા ભરત પટેલ સાથે લગ્ન કરાવી દીધા હતા. 
આમ સગીરાની મરજી વિરૂદ્ધ લગ્ન કરાવી તેની સાથે મરજી વિરૂદ્ધ શારિરીક શોષણ કરતા શનિવારે પશ્ચિમ પોલીસ મથકે રમેશભાઇ વાલાભાઇ સલાટ, લીલાબેન દેવજીભાઇ સલાટ, ભગવતીબેન રમેશભાઇ સલાટ, અજય દેવજી સલાટ, પરેશ દેવજી સલાટ (રહે. મહેસાણા ગજાનંદ સોસાયટી, ઉચરપી રોડ)તથા પીન્કીબેન ઇશ્વરભાઇ ચૌધરી (રહે. અવધુત સોસાયટી, સાઇબાબા મંદિર પાસે મહેસાણા)સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી.