9095

રાજ્યના પાટનગરમાં ત્રણ દિવસ અગાઉ કમોસમી માવઠું થયા બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો. જેના પગલે મહત્તમ અને લઘુત્તમ તાપમાનના પારામાં વધઘટ નોંધાવા પામી હતી. આ માવઠાની અસર સમગ્ર જિલ્લા ઉપર જોવા મળી હતી. તો હવામાનમાં પણ પલટો આવતાં મહત્તમ તાપમાન ૩૬ ડિગ્રી સુધી પહોંચી ગયું હતું. પરંતુ ત્યારબાદ ધીમે ધીમે મોસમમાં પલટો આવતાં મહત્તમ અને લઘુત્તમ તાપમાનના પારામાં વધારો નોંધાઇ રહ્યો છે અને ગરમી પણ આકરી બની રહી છે. 
હાલમાં ચૈત્રમાસના અંતિમ દિવસો ચાલી રહ્યા છે ત્યારે મહત્તમ તાપમાન શનિવારે ૪૧ ડિગ્રીએ આવીને અટક્યું હતું. હજુ આગામી દિવસોમાં તાપમાનના પારામાં વધારો નોંધાશે અને ગરમી તેજ બનશે તેવી આગાહી પણ હવામાન ખાતા દ્વારાક રવામાં આવી છે.
શનિવારે લઘુત્તમ તાપમાન ૨૬ ડિગ્રીએ નોંધાયું હતું. તો બીજી તરફ ભેજના પ્રમાણમાં થઇ રહેલાં ઘટાડાની અસર સમગ્ર દિવસ દરમિયાન શહેર ઉપર જોવા મળી હતી