3807

ગાંધીનગર જિલ્લા પંચાયતની આયુર્વેદ શાખા દ્વારા આજરોજ જિલ્લામાં ૫૬ કેન્દ્રો પરથી આયુર્વેદ ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું હતું. જિલ્લાના વિવિધ ઉકાળા કેન્દ્રો પરથી કુલ- ૯૦,૮૨૧ વ્યક્તિઓને રોગ પ્રતિકારક શક્તિ વઘારે તેવો આયુર્વેદ ઉકાળો પીવડાવવામાં આવ્યો હતો. 
છેલ્લા થોડાક દિવસથી ગાંધીનગર જિલ્લામાં રોગ પ્રતિકારક શક્તિ વઘારે તેવા ઉકાળાનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. આજે ગાંધીનગર જિલ્લાના ૫૬ કેન્દ્રો પરથી આયુર્વેદ ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં કલોલ તાલુકામાં ૮ સ્થળો, ગાંધીનગર તાલુકા-શહેરમાં ૩૧ સ્થળો, દહેગામ તાલુકામાં ૧ સ્થળ અને માણસા તાલુકામાં ૧૬ સ્થળો પરથી આયુર્વેદ ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું છે. 
આ વિવિધ ઉકાળા કેન્દ્રો  પરથી કલોલ તાલુકામાં ૧૧,૧૦૯ વ્યક્તિઓ, ગાંધીનગર શહેર અને તાલુકામાં ૫૨,૯૩૩, દહેગામ તાલુકામાં ૫૭૩ તથા માણસા તાલુકામાં ૨૬,૨૦૬ વ્યક્તિઓએ આયુર્વેદ ઉકાળો પીધો હતો. આ સાથે શહેરના સેકટરોમાં પણ જુદી જુદી જગ્યાએ આયુર્વેદિક ઉકાળાનું વિતરણ કરવામાં આવી રહ્યું છે.