૧૩૦. ૧૨ જાન્યુઆરી ૨૦૧૮ના રોજ એક સાથે સુપ્રીમ કોર્ટના ચાર ન્યાયાધીશોએ પ્રેસકોન્ફરન્સ યોજીને ભારતીય ન્યાયતંત્ર બચાવવા માટે અપીલ કરી હતી.... આ પ્રેસ કોન્ફરન્સ ક્યાં યોજાઇ હતી. 
- નવી દિલ્હી ખાતે જસ્ટિસ જે ચેલમેશ્વરના સરકારી નિવાસ સ્થાને
૧૩૧. ભારતની સુપ્રીમ કોર્ટમાં ‘રોસ્ટર’ કોના દ્વારા ટાઈયા કરવામાં આવે છે. 
- સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશના આદેશ અનુસાર સુપ્રીમ કોર્ટના રજીસ્ટ્રાર દ્વારા
૧૩૨. ભારતની સુપ્રીમ કોર્ટમાં શરૂઆતમાં કુલ કેટલા ન્યાયાધીશ હતા.
 - ૮
૧૩૩. ભારતની સુપ્રીમ કોર્ટમાં વર્તમાન સમયે વધુમાં વધુ કુલ કેટલા ન્યાયાધીશ રાખવાની જોગવાઈ છે.
 - ૩૧
૧૩૪. ભારતની સુપ્રીમ કોર્ટમાં વર્તમાન સમયે કુલ કેટલા ન્યાયાધીશ કાર્યરત છે. 
- ૨૫
૧૩૫. ભારતની સુપ્રીમ કોર્ટની એક બેંચમાં ન્યાયાધીશોની ઓછામાં ઓછી સંખ્યા કેટલી હોય છે. 
- ત્રણ
૧૩૬. ભારતની સુપ્રીમ કોર્ટની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી. 
- ૨૮ જાન્યુઆરી ૧૯૫૦
૧૩૭. ભારતની વર્તમાન સુપ્રીમ કોર્ટની સ્થાપના ક્યાં અધિનિયમ અંતર્ગત કરવામાં આવી હતી. 
- ભારત સરકાર અધિનિયમ ૧૯૩૫
૧૩૮. ભારતની વર્તમાન સુપ્રીમ કોર્ટની ડિઝાઇન કોના દ્વારા તૈયાર કરવામાં આવી હતી. 
- શ્રી ગણેશ ભિખાજી ડિયોલાલીકર
૧૩૯. સુપ્રીમ કોર્ટનો મુદ્રાલેખ અથવા તો ધ્યેય વાક્ય શું છે. 
- યતો ધર્મસ્તતો જયઃ 
૧૪૦. ભારતમાં સૌપ્રથમ અદાલતની સ્થાપના ક્યારે થઈ હતી.
 - ૧૮૬૧
૧૪૧. ભારતમાં ક્યાં અધિનિયમ મુજબ ઇ.સ.૧૮૬૧માં સૌપ્રથમ કોલકાતા, મુંબઈ અન મદ્રાસ ખાતે અદાલતની સ્થાપના કરવામાં આવી હતી. 
- ભારતીય ઉચ્ચ ન્યાયાલય અધિનિયમ ૧૮૬૨
૧૪૨. ભારતીય સુપ્રીમ કોર્ટના ન્યાયિક કામકાજ માટે કઈ ભાષાનો ઉપયોગ કરવામાં આવે છે.
 - અંગ્રેજી
૧૪૩. ભારતની સુપ્રીમ કોર્ટના વર્તમાન (૧૪ જાન્યુઆરી ૨૦૧૮ની સ્થિતિએ) મુખ્ય ન્યાયાધીશ કોણ છે. 
- શ્રી દિપક મિશ્રા
૧૪૪. શ્રી દિપક મિશ્રા ભારતની સુપ્રીમ કોર્ટના કેટલામાં મુખ્ય ન્યાયાધીશ છે. 
- ૪૫માં
૧૪૫. સુપ્રીમ કોર્ટના પ્રથમ ન્યાયાધીશ ગુજરાતી કોણ હતા. 
- શ્રી હરીલાલ જે. કણિયા
૧૪૬. સુપ્રીમ કોર્ટના પ્રથમ મહિલા ન્યાયાધીશ કોણ હતા. 
- શ્રી ફાતિમાબીબી
૧૪૭. ભારતીય બંધારણના ક્યાં ભાગમાં સુપ્રીમ કોર્ટ અંગેની જોગવાઈ કરવામાં આવી છે. 
- ભાગ-૫
૧૪૮. ભારતીય બંધારણના ક્યાં અનુચ્છેદ અંતર્ગત સુપ્રીમ કોર્ટની સ્થાપના કરવામાં આવી છે. 
- અનુચ્છેદ ૧૨૪ 
૧૪૯. રાષ્ટ્રીય થળ સેના દિવસ ક્યારે ઉજવવામાં આવે છે. 
- ૧૫ જાન્યુઆરી
૧૫૦. દ્ગઈઈ્‌ૈં નું પૂરું નામ શું છે. 
- નેશનલ એન્જીનિયરીંગ એન્ટ્રન્સ ફોર ટેકનિકલ
૧૫૧. ભારતમાં વર્તમાન સમયે ૧૬ જાન્યુઆરી ૨૦૧૮ની સ્થિતિએ આધાર નંબર મેળવવા માટે બાયોમેટ્રિક વેરિફિકેશન તરીકે શેનો ઉપયોગ થાય છે. 
- ફિંગર પ્રિન્ટ અને આઈરિસ સ્કેનિંગ
૧૫૨. બાયોમેટ્રિક વેરિફિકેશન તરીકે ફિંગર પ્રિન્ટ અને આઈરિસ સ્કેનિંગ ઉપરાત્ન શેનો સમાવેશ કરવામાં આવશે. 
- ફેસિયલ (અથવા ફેસ) ઓથેન્ટિકેશન
૧૫૩. ેૈંંડ્ઢછૈં નું પૂરું નામ શું છે. 
- યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરીટી ઓફ ઈન્ડિયા
૧૫૪. ગુજરાતનાં રાજયપાલ શ્રી ઓ.પી.કોહલી એ ગુજરાતા વિધાનસભાના કાર્યકારી અધ્યક્ષ તરીકે કોની વરણી કરી છે. 
- ડો નીમાંબેન આચાર્ય
૧૫૫. ડો. નીમાંબેન આચાર્ય કચ્છ જિલ્લાની કઈ વિધાનસભા બેઠકના ધારાસભ્ય છે. 
- ભૂજ
૧૫૬. ૧૬ જાન્યુઆરી ૨૦૧૮ના રોજ ક્યાં દેશ માં તાપમાન -૬૨ ડિગ્રી સેન્ટિગ્રેટ થઈ ગયું હતું. 
- રશિયાના સાઇબીરિયા નામના ઓયમ્યાકોન ગામ માં
૧૫૭. ૧૬ જાન્યુઆરી ૨૦૧૮ના રોજ ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કઈ જગ્યાએ ભારતની સૌથી આધુનિક રિફાઈનરીનો શિલાન્યાસ કર્યો છે.
 - પચપદરા, બાડમેર (રાજસ્થાન)