૧.સ્થાનિક સ્વરાજયના પિતા કોણ છે ?
-લોર્ડ રિપન
ર.ભારતમાં કંઈ સમિતિએ ત્રિસ્તરીય પંચાયતી રાજનું સૂચન કર્યુ ?
-બળવંતરાય મહેતા સમિતિ
૩.કંઈ સમિતિએ પંચાયતી રાજમાં સત્તાનુ વિકેન્દ્રીકરણ કરવાની સલાહ આપી ?
-કે.સંથાનમ
૪.કંઈ સમિતિએ દ્વિ સ્તરીય પંચાયતી રાજનું સૂચન કર્યુ ?
-અશોક મહેતા સમિતિ
પ.એલ.એમ.સિંઘવી સમિતિએ પંચાયતી રાજે કયો દરજજો આપવાનું સૂચન કર્યુ ?
-બંધારણીય
૬.સ્વતંત્ર ભારતના સૌપ્રથમ પંચાયત રાજ મંત્રી કોણ હતા ?
-એસ.કે.ડે.
૭.ભારતમાં પંચાયતી રાજની શરૂઆત કયારે થઈ ?
-ર ઓકટો. ૧૯પ૯
૮.કયો દિવસ પંચાયતીરાજ દિવસ તરીકે ઉજવાય છે ?
-ર૪ ઓકટોબર
૯.પંચાયતી રાજમાં આયોજનને ઉત્તેજન આપવા કંઈ સમિતિ રચાઈ ?
-જિલ્લા આયોન સમિતિ
૧૦.ભારતના કયા રાજયોમાં પંચાયતી રાજ અસ્તિત્ત્વમાં નથી ?
-મેઘાલય, નાગાલેન્ડ, મિઝોરમ
૧૧.ભારતના કયા કેન્દ્રશાસિત પ્રદેશમાં પંચાયતી રાજ અસ્તિત્ત્વમાં નથી ?
-દિલ્લી
૧ર.બંધારણના કયા અનુચ્છેદમાં ગ્રામસભાની જોગવાઈ છે ?
-અનુ. ર૪૩ (એ)
૧૩.બંધારણના કયા અનુચ્છેદમાં પંચાયતોની ચૂંટણીની જોગવાઈ છે ?
-અનુ. ર૪૩(કે)
૧૪.બંધારણના કયા અનુચ્છેદમાં પંચાયતોને કર ઉઘરાવવાની સત્તા આપવામાં આવી છે ?
-અનુ. ર૪૩(એચ)
૧પ.ગ્રામ પંચાયતોની બેઠકોની ફાળવણી કોણ કરે છે ?
-કલેકટર
૧૬.ગ્રામ પંચાયતમાં વધુમાં ધવુ કેટલા સભ્યો હોય છે ?
-૩૧
૧૭.ગ્રામ પંચાયતની રચના માટે વાર્ષિક મહેસૂલની આવક કેટલી જરૂરી છે ?
-૧૦૦૦/-રૂ
૧૮.ગ્રામ પંચાયતમાં નાણાનું રોકાણ કરવાનો નિર્ણય કોણ લે છે ?
-સરપંચ
૧૯.નવા નિયમ મુજબ સરપંચ/ઉપસરપંચને સસ્પેન્ડ કોણ કરી શકે ?
-જિલ્લા વિકાસ અધિકારી
ર૦.ગ્રામ પંચાયતમાં નાણા ઉપાડવા અને મૂકવાનું કામ કોણ કરે છે ?
-સરપંચ
ર૧.ગ્રામ પંચાયતની પહેલી બેઠક કોણ નકકી કરે છે ?
-તાલુકા વિકાસ અધિકારી
રર.ગ્રામ પંચાયતની બેઠક ફરજિયાત કેટલી વાર મળવી જોઈએ ?
-વર્ષમાં બે વખત
ર૩.વહીવટી આદર્શોથી ગ્રામસભાની બેઠક કેટલી વાર મળવી જોઈએ ?
-વર્ષમાં ચાર વખત 
ર૪.સરપંચ કે પ્રમુખ કયારે અસાધારણ બેઠક બોલાવે ?
-૧/૩ સભ્યો આવેદન આપે ત્યારે 
રપ.સરપંચ / ઉપસરપંચ વિરુદ્ધ અવિશ્વાશ દરખાસ્ત લાવવા કેટલા સભ્યો જરૂરી છે ?
-પ૦ ટકા
ર૬.પાણી સમિતિના મંત્રી તરીકે કોણ ફરજ બજાવે છે ?
-તલાટી કમ મંત્રી
ર૭.પંચાયત સમિતિઓની બેઠક કયારે મળે છે ?
-દર ૩ મહિને એક વાર
ર૮.પંચાયતોમાં કયા વેરા ફરજિયાત ઉઘરાવાય છે ?
-મિલકત વેરો, પાણી વેરો, સફાઈ વેરો
ર૯.પંચાયતના કયા વેરા નાબૂદ કરવામાં આવ્યા છે ?
-યાત્રાળુ વેરો અને ઓકટ્રોય વેરો
૩૦.પંચાયતના વેરાની રકમ કયા ફંડમાં જમા થાય છે ?
-ગ્રામ ફંડમાં
૩૧.ગ્રામ પંચાયતમાં લગ્ન નોંધણી અધિકારી તરીકે કોણ ફરજ બનાવે છે ?
-તલાટી કમ મંત્રી
૩ર.તલાટી કમ મંત્રીની પરચૂરણ રજા કોણ મંજૂર કરે છે ?
-સરપંચ
૩૩.પંચાયતમાં ઠરાવ પસાર કરવા કેટલા સભ્યો હાજર રહેવા ફરજિયાત છે ?
-૧/૩ સભ્યો
૩૪.ગ્રામસભાને પંચાયતી રાજની ગંગોત્રી કોણે કહી છે ?
-ઉછરંગરાય ઢેબર
૩પ.ગ્રામસભાની અસાધારણ બેઠક બોલાવવાનો અધિકાર કોને છે ?
-સરપંચ
૩૬.તાલુકા પંચાયતની પ્રથમ બેઠકની તારીખ અને સમય કોણ નકકી કરે છે ?
-જિલ્લા વિકાસ અધિકારી
૩૭.જિલ્લા પંચાયતની કારોબારી સમિતિના સચિવ કોણ છે ?
-જિલ્લા વિકાસ અધિકારી
૩૮.પંચાયતી રાજ અંગે અધિનિયમ કંઈ અનુસૂચિમાં છે ?
-૧૧મી
૩૯.પંચાયતી રાજની પ્રણાલી શાના અધારિત છે ?
-સત્તાના વિકેન્દ્રીકરણ પર
૪૦.ગામમાં વ્યકિત મૃત્યુ પામે તો તેની નોંધણી કેટલા સમયમાં કરવાની હોય છે ?
-૭ દિવસમાં
૪૧.ગામમાં વ્યકિત જન્મે તો તેની નોંધણી કેટલા સમયમાં કરવાની હોય છે ?
-૧૪ દિવસમાં
૪ર.પંચાયતમાં બેઠકોની સંખ્યા અને અનામત બેઠકોની ફાળવણી કોણ કરે છે ?
-વિકાસ કમિશનર
૪૩.ભારતીય બંધારણમાં મહત્ત્વનું અંગ કયું છે ?
-સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ
૪૪.તમામ પ્રકારના કરવેરાથી મળેલ નાણા કયા જમા થાય છે ?
-સંચિત નિધિ
૪પ.ભારતમાં પંચાયતી રાજની શુભ શરૂઆત કયાંથી થઈ ?
-રાજસ્થાનના નાગોર જિલ્લામાં