બાળ વિકાસ અને મનોવિજ્ઞાન
ભાગ ૩

૭૧. બાળકનો ચેષ્ટાવિકાસ કઈ અવસ્થામાં થાય છે? 
- કિશોરાવસ્થામાં 
૭૨. કઈ અવસ્થામાં અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ સક્રિય બને છે? 
- કિશોરાવસ્થામાં 
૭૩. બાળકનો જાતીય વિકાસ કઈ અવસ્થામાં થાય છે? 
- તરુણાવસ્થામાં 
૭૪. કઈ અવસ્થામાં શારીરિક વિકાસ પૂર્ણ થઇ જાય છે? 
- યુવાવસ્થા 
૭૫. કઈ અવસ્થામાં વ્યક્તિ માનસિક રીતે પરિપક્વ બને છે? 
- યુવાવસ્થામાં 
૭૬. પ્રૌઢાવસ્થાનો સમયગાળો જણાવો. 
- ૪૦થી ૬૦ વર્ષ 
૭૭. કઈ અવસ્થામાં વ્યક્તિની યાદશક્તિ મંદ થઇ જાય છે? 
- વૃદ્ધાવસ્થા
૭૮. કઈ અવસ્થામાં વ્યક્તિની પ્રજનન શક્તિ વિકસે છે? 
- યુવાવસ્થા 
૭૯. જયારે કોઈ વ્યક્તિ કોઈ આદર્શ વ્યક્તિ સાથે એકાત્મભાવ અનુભવે તેને શું કહેવાય? 
- તાદાત્મ્ય 
૮૦. જયારે કોઈ વ્યક્તિ પોતાની આબરુ જાળવવા પોતાની ખામીઓનો દોષ બીજા પર ઢાળી દે તેને શું કહે છે? 
- પ્રક્ષેપણ 
૮૧. વિદ્યાર્થી શાળાએ પહોચવામાં સાયકલનો દોષ કાઢે તેને કઈ પ્રયુક્તિ કહેવાય? 
- પ્રક્ષેપણ 
૮૨. વ્યક્તિ જયારે પોતાની વૃતિઓ સમાજ માન્ય રીતે સંતોષી શક્તિ નથી ત્યારે અન્ય માર્ગે વળે તેને શું કહેવાય?
 - ઊધ્વીઁકરણ
૮૩. એક ક્ષેત્રમાં નિષ્ફળ ગયેલ વ્યક્તિ પોતાની ક્ષમતા બીજા ક્ષેત્રમાં દેખાડે તેને શું કહેવાય? 
- ક્ષતિપૂર્તિ
૮૪. ઘેરથી ઝઘડો કરીને આવેલ શિક્ષક વિદ્યાર્થી પર ગુસ્સો ઉતારે તેને શું કહેવાય?
 - સ્થાનાંતર 
૮૫. વ્યક્તિ પોતાની જરૂરિયાત પૂરી ન થતા તેનો કાલ્પનિક આનંદ માણે તેને શું કહેવાય?
 - દિવાસ્વપ્ન 
૮૬. ઘણી વાર વ્યક્તિ વાસ્તવિકતાનો સામનો કરવાને બદલે દૂર ભાગે તેને શું કહેવાય? 
- અલિપ્તતા 
૮૭. પુખ્ત વયની વ્યક્તિ બાળક જેવું વર્તન કરે તેને શું કહેવાય? 
- પરાગતિ
૮૮. પોતાની જાત પર દમન કરનાર વ્યક્તિ શાનો ભોગ બને છે? 
- મનોવિકૃતિ
૮૯. વર્તનમાં પ્રગતિશીલ અનુકૂલન પ્રાપ્ત કરવાની પ્રક્રિયા એટલે અધ્યયન. આ કોણે કહ્યું છે? 
- સ્કિનર
૯૦. કઈ અવસ્થામાં બાળકો તાદાત્મ્ય અનુભવે છે?
 - તરુણાવસ્થા  
૯૧. વ્યક્તિ ક્યારથી શીખવાનું શરુ કરે છે? 
- જન્મતાથી 
૯૨. ઉદ્દીપક અને પ્રતીચારના જોડાણ સ્થાપવાને શું કહે છે?
 - અધ્યયન 
૯૩. શાસ્ત્રીય અભીસંધાનના પ્રણેતા કોણ હતા? 
- પાવલોવ
૯૪. પાવલોવે પોતાના પ્રયોગ કયા પ્રાણી પર કર્યા? 
- કૂતરા 
૯૫. પાવલોવને ક્યા ક્ષેત્રે નોબેલ પારિતોષિક મળ્યું? 
- શરીરશાસ્ત્ર 
૯૬. કારક અભિસંધાનના પ્રણેતા કોણ હતા?
 - સ્કિનર
૯૭. કારક અભિસંધાન બીજા કયા નામે ઓળખાય છે? 
- ઇ 
૯૮. સ્કીનરે પોતાના પ્રયોગો કોના પર કર્યા? 
- કબૂતર અને ઉંદરો  
૯૯. પ્રયત્ન અને ભૂલ દ્વારા અધ્યયન સિદ્ધાંત કોણે આપ્યો?
 - થોર્ન ડાઇક
૧૦૦. કયા સિદ્ધાંત દ્વારા વિદ્યાર્થીઓમાં અંધશ્રદ્ધા દૂર કરી શકાય? 
- કારક અભિસંધાન 
૧૦૧. થોર્ન ડાઇકે પોતાના પ્રયોગ શાની પર કર્યા? 
- બિલાડી 
૧૦૨. બુદ્ધિ એટલે સારી રીતે સમજવાની, સારી રીતે નિર્ણય લેવાની શક્તિ. - આ કોણે કહ્યું? 
- બિને અને સાયમન 
૧૦૩. વ્યક્તિની જન્મતારીખ પ્રમાણે ગણાતી ઉંમરને શું કહેવાય? 
- શારીરિક વય
૧૦૪. ૧૩૦થી વધુ બુદ્ધિઆંક ધરાવતા બાળકને કેવું કહેવાય? 
- અતિ ઉચ્ચ બુદ્ધિશાળી 
૧૦૫. માનસિક પછાત વિદ્યાર્થીનો બુદ્ધિઆંક કેટલો હોય છે? 
- ૭૦થી નીચે