ગુજરાત ભાગ -૧૨ 
(૩૮૬) બંગાળનો પ્રથમ “ગવર્નર” કોણ બન્યું ?    
- રોબર્ટ ક્લાઇવ
(૩૮૭) ભારતનો પ્રથમ ગવર્નર જનરલ કોણ બન્યું હતું ?
 - વિલિયમ બેન્ટીક
(૩૮૮) સ્વતંત્ર ભારતનો પ્રથમ ગવર્નર જનરલ કોણ ?    
- લોર્ડ માઉન્ટ બેટન
(૩૮૯) સ્વતંત્ર ભારતનો પ્રથમ ભારતીય ગવર્નર જનરલ કોણ ?
- સી.રાજગોપાલાચારી
(૩૯૦) સ્વતંત્ર ભારતનો છેલ્લો ભારતીય ગવર્નર જનરલ કોણ ?
- સી.રાજગોપાલાચારી
(૩૯૧) ક્યા ગવર્નરે દરેક જિલ્લામાં કલેકટરની નિમણૂક કરી હતી ?
- વોરન હેસ્ટીંગ્ઝ
(૩૯૨) ક્યા ગવર્નરે ફોજદારી અને દિવાની અદલતોની સ્થાપના કરી હતી ?    
- વોરન હેસ્ટીંગ્ઝ
(૩૯૩) ક્યા ગવર્નરે દ્વિમુખી શાસન પદ્ધતિ નાબૂદ કરી હતી ?    
- વોરન હેસ્ટીંગ્ઝ
(૩૯૪) પીટના ધારાને કારણે ક્યા ગવર્નર જનરલે રાજીનામું આપ્યું હતું ?
- વોરન હેસ્ટીંગ્ઝ
(૩૯૫) કોણે ‘સનદી સેવાઓનો પિતા” માનવમાં આવે છે ?    
- કોર્નવોલિસ
(૩૯૬) કાયમી જમાબંધીનો જનક કોને માનવામાં આવે છે ?    
- કોર્નવોલિસ
(૩૯૭) “સહાયકારી યોજના” કોણે દાખલ કરી હતી ?    
- વેલેસ્લી
(૩૯૮) સૌપ્રથમ સહાયકારી યોજના સ્વીકારનાર કોણ હતું ? 
- હૈદરાબાદનો નિજામ
(૩૯૯) ક્યા ગવર્નર જનરલ પોતાને “બંગાળ ટાઈગર” તરીકે ઓળખાવતો હતો ?
- વેલેસ્લી
(૪૦૦) ક્યા ગવર્નર જનરલે રાજા રામમોહનરાયના પ્રયત્નથી સતીપ્રથા અને દીકરીને દૂધપીતી કરવાનો રિવાજ કાયદા દ્વારા બંધ કર્યો ?
- વિલિયમ બેન્ટીક
(૪૦૧) કઈ કમિટીની ભલામણથી ભારતમાં અંગ્રેજી માધ્યમની શરૂઆત થઈ ?
- મેકોલે કમિટી
(૪૦૨) ક્યા ગવર્નર જનરલ ખાલસાનીતિ માટે જાણીતો છે ?    
- ડેલહાઉસી
(૪૦૩) ડેલહાઉસીએ સૌપ્રથમ ક્યુ રાજ્ય દતક પુત્ર નામંજૂર કરી ખાલસા કર્યું હતું ?    
- સતારા
(૪૦૪) ઇ.સ.૧૮૫૬માં ક્યુ રાજ્ય ગેરવહીવટના બહાને સૌથી છેલ્લું રાજ્ય ખાલસા કરાવ્યુ ?
- અવધ
(૪૦૫) ભારતમાં તારટપાલની શરૂઆત કોણે કરાવી હતી ?    
- ડેલહાઉસી
(૪૦૬) ભારતમાં સૌપ્રથમ રેલવેની શરૂઆત ક્યાં ગવર્નર જનરલના સમયમાં થઈ હતી ?
- ડેલહાઉસી
(૪૦૭) ડેલહાઉસીએ કોના પ્રયત્નથી “વિધવા પુનઃલગ્ન” કરતો કાયદો પસાર કર્યો ?
- ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર
(૪૦૮) મંગળ પાંડેને ક્યા દિવસે ફાંસી આપવામાં આવી હતી ?    
-૮ એપ્રિલ ૧૮૫૭
(૪૦૯) ૧૮૫૭ના વિપ્લવને ભારતનો પ્રથમ સ્વાતંત્ર્ય કોણે કહેલો ?
 - વીર સાવરકર
(૪૧૦) પ્રાર્થના સમાજની સ્થાપના કોણે કરી હતી ?    
- આત્મારામ પાંડુરંગે
(૪૧૧) સ્વામી દયાનંદ સરસ્વતીના ગુરૂનું નામ જણાવો. 
- વિરજાનંદ
(૪૧૨) સ્વામી વિવેકાનંદે પોતાના ગુરૂની યાદમાં ઇ.સ.૧૮૯૭માં ક્યાં સ્થળે રામકૃષ્ણ મિશનની સ્થાપના કરી હતી ?    
- બેલૂર (કલકતા) 
(૪૧૩) કર્મયોગ, રાજયોગ અને ભક્તિયોગ પુસ્તકના લેખક કોણ છે ?    
- સ્વામી વિવેકાનંદ
(૪૧૪) દેશને ગુલામીમાંથી મુક્ત ન કરુ ત્યાં સુધી કેશકર્તન ન કરવા, માથા પર વસ્ત્ર ન પહેરવું અને કપાળે ચંદન ન લગાડવું તેવી પ્રતિજ્ઞા કોણે કરી હતી ?    
- વાસુદેવ બળવંત ફડકે
(૪૧૫) ભારતના ક્યા ક્રાંતિકારી સૌથી નાની ઉમરે શહિદ થયા હતા ? 
- ખુદીરામ બોઝ
(૪૧૬)ભગતસિંહ, સુખદેવ અને રાજગુરૂને ફાંસીની સજા ક્યારે અપાઈ હતી ? 
- ૨૩ માર્ચ ૧૯૩૧
(૪૧૭) કાળા પાણીની સજા પૂરી કરીને જીવિત આવનાર એકમાત્ર ક્રાંતિકારી કોણ હતા ?      
- વીર સાવરકર
(૪૧૮) કર્ઝન વાઈલીની હત્યા કોણે કરી હતી ? 
- મદનલાલ ધીંગારા અને વીર સાવરકર
(૪૧૯) ચંદ્રશેખર આઝાદ ઇ.સ.૧૯૨૦ના અસહકારના આંદોલન સમયે ગાંધીજીની કઈ સેનામાં જોડાયેલા હતા ?      
- વાનર સેના
(૪૨૦) કોંગ્રેસનું પ્રથમ અધિવેશન ક્યાં ભરાયું હતું ?   
- મુંબઈમાં ગોકુળદાસ તેજપાલ સંસ્કૃત પાઠશાળામાં