8349

સિહોર પંથક અને સમગ્ર જિલ્લાની જાણે માઠી બેઠી હોઈ તેમ એક પછી એક અકસ્માતોની હારમાળા સર્જાઈ રહી છે જાણે યમરાજાએ અહીં જ ડેરા તંબુ નાખીને ધામા નાખ્યા હોઈ તેવું લાગે છે ત્યારે વધુ એક અકસ્માતની ઘટના બનવા પામી છે ઘાંઘળી નજીક આજે વહેલી સવારે રેલિંગ વગરના પુલ નીચે ટ્રક ખાબક્યો હતો ભાવનગર નિરમાં કંપની ખાતે થી બોટાદ તરફ જતા ગાત્રાલ ટ્રાન્સપોર્નો ટ્રક આજે વહેલી સવારે સિહોરના ઘાંઘળી થી થોડેદૂર રેલિંગ વગરના પુલ નીચે ખાબક્યો હતો જેમાં ટ્રક ચાલાકનો આબાદ બચાવ થયો હતો જોકે સદનસીબે અન્ય જાનહાનિ થવા પામી ન હતી. 
ભાવનગર જિલ્લામાં આવેલ અનેક પુલોમાં રેલીંગ છે જ નહીં જ્યાં છે ત્યાં તુટી જવા પામી છે. સરકાર દ્વારા આ તમામ રેલીંગોનું સત્વરે સમારકામ કરવા ઉગ્ર માંગ ઉઠવા પામી છે.