4948

શહેરના ઘોઘાસર્કલ પાસે આવેલ અમરલાલ બેકરીની પાછળના ભાગેથી પતરૂ ખસેડી કોઈ અજાણ્યા તસ્કરો રોકડ અને સુકામેવાની ચોરી કરી નાસી છુટ્યા હતા. જો કે બનાવ અંગે પોલીસમાં કોઈ ફરિયાદ નોંધાઈ ન હતી.
શહેર-જિલ્લામાં રોજબરોજ ચોરીના બનાવો બનતા લોકોમાં ભય અને ફફડાટ ફેલાયો છે. જેમાં ગત મોડીરાત્રે શહેરના ઘોઘાસર્કલ પાસે આવેલ અમરલાલ બેકરીમાં તસ્કરો ત્રાટક્યા હતા અને દુકાનનું પતરૂ ખસેડી અંદર પ્રવેશી રોકડ રૂપિયા અને સુકોમેવો મળી આશરે ૧૦ હજારની મત્તાની ચોરી કરી પલાયન થઈ ગયા હતા. બનાવની જાણ ઘોઘા રોડ પોલીસને કરાતા પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને બનાવની તપાસ હાથ ધરી છે. જો કે પોલીસમાં કોઈ સત્તાવાર ફરિયાદ નોંધાવા પામી ન હતી.