HMAT SPECIAL 
ભાગ ૬
૪૧૧ ધો. ૯ અને ધો. ૧૦ ના એક એક વર્ગ ધરાવતી શાળાને કેટલા શિક્ષકો મળવાપાત્ર છે? 
- આચાર્ય સહિત ૩ 
૪૧૨. ધો.૯  થી ધો. ૧૨ ના એક એક વર્ગ ધરાવતી શાળાને કેટલા શિક્ષકો મળવાપાત્ર છે? 
- આચાર્ય સહિત ૮ 
૪૧૩. હાલ ૯ થી ૧૨ સળંગ એકમનો રેશિયો કેટલા શિક્ષકનો છે?
 - ૨ 
૪૧૪. ગંભીર વર્તણુંક માટે દોષિત વિદ્યાર્થીને રાજ્યની કોઈ પણ શાળામાં દાખલ ન કરવાનો નિર્ણય કોણ કરી શકે? 
- શિક્ષણ નિયામક 
૪૧૫. એલ.સી. કેટલા દિવસમાં કાઢી આપવું જોઈએ? 
- સાત દિવસની અંદર 
૪૧૬. વિદ્યાર્થી પુખ્ત ના હોય તો એલ.સી. ની અરજીમાં કોની સહિ જરૂરી છે? 
- વિદ્યાર્થીના માતાપિતાની 
૪૧૭. એલ.સી. કાઢી આપવા માટે વધુમાં વધુ કેટલી ફી લઇ શકાય? 
- રુ. ૫/- 
૪૧૮. એલ.સી. ક્યારે કાયદેસર ગણાય?
 - તેના પર પ્રિન્સિપાલની સહિ અને શાળાનો સિક્કો હોય તો જ 
૪૧૯. એલ.સી. ટાઈપ કરીને આપી શકાય? 
- ના
૪૨૦. એલ.સી.માં જન્મ તારીખ શાના પ્રમાણે લખાવી જોઈએ? 
- ઈસવી સન પ્રમાણે 
૪૨૧. ક્યા નિયમમાં વિદ્યાર્થીઓની કસોટીઓની જોગવાઈ છે?
 - નિયમ ૩૫ 
૪૨૨. કયા નિયમ મુજબ વિદ્યાર્થીઓને ઉપલા ધોરણમાં ચઢાવવામાં આવે છે? 
- નિયમ ૩૭.૧ 
૪૨૩. સંપૂર્ણ સરકારી સહાયથી ચાલતી શાળામાં ધાર્મિક શિક્ષણ ફરજીયાત આપવામાં આવે છે તો કઈ કલમનો ભંગ થાય છે? 
- ૪૨.૧ 
૪૨૪. વિદ્યાર્થીઓને કેટલા કલાકથી વધુ સમયનું ગૃહકાર્ય આપી શકાય નહિ?
 - બે કલાક 
૪૨૫. વિદ્યાર્થીઓની દાક્તરી તપાસનો ઉલ્લેખ ક્યા નિયમમાં છે? 
- ૪૫.૧
૪૨૬. શિક્ષકે વર્ષમાં કેટલી વાર વિદ્યાર્થીઓની વજન - ઊંચાઈ કરવી જોઈએ?
 - દર છ માસે (વર્ષમાં ૨ વાર)
૪૨૭. સત્ર ફી વર્ષમાં કેટલી વાર લઇ શકાય? - બે વાર 
૪૨૮. ફીમાં ૫૦ % થી વધારો કોણ મંજૂર કરી શકે? 
- શિક્ષણ નિયામક 
૪૨૯. શાળાનું પ્રથમ સત્ર ક્યારથી શરૂ થશે? 
- ૧૨ જૂનના સૌથી નજીકના સોમવારથી 
૪૩૦. શાળાનું પ્રથમ સત્ર પૂરું ક્યારે થશે? 
- ૧૫ ઓક્ટોબરના સૌથી નજીકના શનિવારે 
૪૩૧. દિવાળી વેકેશન કેટલા દિવસનું હોય છે? 
- ૨૧ દિવસનું 
૪૩૨. ઉનાળુ વેકેશન કેટલા દિવસનું હોય છે? 
- ૩૫ દિવસનું 
૪૩૩. વાર્ષિક પરીક્ષા ક્યારે શરૂ કરવાની હોય છે? 
- ૮ એપ્રિલ આજુબાજુ 
૪૩૪. વેકેશન સહિત રાજાઓની સંખ્યા કેટલા દિવસથી વધવી ન જોઈએ?
 - ૮૫ દિવસથી 
૪૩૫. શાળાઓમાં દર અઠવાડિયે કેટલા કલાકનું શિક્ષણ આપવું જરૂરી છે?
 - ૨૭ કલાક (નિયમ ૫૨.૧ મુજબ)
૪૩૬. શાળા દરરોજ કેટલા કલાક ચાલવી જોઈએ?
 - ૬ કલાક (રીસેસ સહિત)
૪૩૭. પાળી ચલાવતી શાળાઓ માટે શિક્ષણના કલાક કેટલા રહેશે? 
- ૨૭ કલાક (નિયમ ૫૩ (૬)મુજબ) 
૪૩૮. પ્રકરણ ૧૧ શેના વિશે છે? 
- શિસ્ત 
૪૩૯. હાલ કેટલા વિદ્યાર્થીઓએ એક પટ્ટાવાળા મળે છે?
 - ૧૦૦૦ 
૪૪૦. આચાર્યની જગ્યા કયા ઉમેદવારથી ભરવામાં આવે છે? 
- બિનઅનામત 
૪૪૧. શાળાના વડાની ફરજોનો ઉલ્લેખ કયા પરિશિષ્ટમાં છે?
 - ૧૭ 
૪૪૨. શિક્ષક અને શિક્ષકેતર સ્ટાફની નિમણૂકમાં કોની સહીથી નિમણુંક હુકમ કાઢવામાં આવે છે?
 - આચાર્ય 
૪૪૩. આચાર્યના નિમણુંક હુકમમાં કોની સહીથી કાઢવામાં આવે છે? 
- સંચાલક મંડળના પ્રમુખની સહીથી 
૪૪૪. દરેક કર્મચારીઓની નિમણુંક પછીના કેટલા માસમાં સિવિલ સર્જનનો દાખલો લાવવો પડે? 
- ત્રણ માસ 
૪૪૫. કર્મચારીઓના કેટલા પ્રકાર છે?
 - બે 
૪૪૬. ચોક્કસ મુદત માટે હંગામી રીતે નીમવામાં આવતા કર્મચારીઓને કેવા કર્મચારી કહેવામાં આવે છે? 
- હંગામી કર્મચારી 
૪૪૭. નોકરીની શરતો બાબતના નિયમોનો ભંગ કરનાર ને ક્યા નિયમ મુજબ શિક્ષા થઇ શકે?
 - નિયમ ૬૮ મુજબ 
૪૪૮. કાયમી કર્મચારીએ છૂટા થતા પહેલા કેટલા સમયની નોટીસ આપવી પડે? 
- ત્રણ મહિના 
૪૪૯. શિક્ષકે અઠવાડિયે ઓછામાં ઓછું કેટલા કલાકનું શિક્ષણ કાર્ય કરવાનું રહે છે? 
- ૨૧ કલાક (પ્રાર્થના ૧ કલાક સહિત) (નિયમ ૭૨.૧)
૪૫૦. પટાવાળાએ શાળાએ ક્યારે આવવા જવાનું હોય છે? 
- શાળા સમય કરતા એક કલાક પહેલા અને શાળા સમય બાદ એક કલાક પછી 
૪૫૧. શિક્ષણ સંસ્થામાં કેટલા પ્રકારની રજા મળવા પાત્ર છે?
 - છ પ્રકારની