સામાજિક વિજ્ઞાન ધો ૧૦ 
ભાગ ૯
૩૨૧ કેવલાદેવ રાષ્ટ્રીય ઉદ્યાન કયા આવેલું છે? 
- રાજસ્થાન 
૩૨૨ હુમાયુનો મકબરો ક્યા આવેલો છે? 
- દિલ્હી
૩૨૩ માનસ અભયારણ્ય ક્યા આવેલો છે? 
- અસમ 
૩૨૪ નંદાદેવી રાષ્ટ્રીય ઉદ્યાન ક્યા આવેલો છે? 
- ઉત્તરાંચલ 
૩૨૫ સુંદરવન રાષ્ટ્રીય ઉદ્યાન ક્યા આવેલો છે? 
- પ. બંગાળ
૩૨૬ ભારતે કઈ ભાવનાને સાકાર કરી છે? 
- વસુધૈવ કુટુંબકમ
૩૨૭ ભારતીય સંસ્કૃતિની વિશેષતા કઈ છે? 
- વિવિધતામાં એકતા 
૩૨૮ રાષ્ટ્રીય અર્થતંત્રની કરોડરજ્જુ કઈ છે? 
- કુદરતી સંસાધનો
૩૨૯ સંસાધનના કેટલા પ્રકાર છે? 
- બે 
૩૩૦ કુદરતી સંસાધનો કેવા છે? 
- પ્રકૃતિદત્ત 
૩૩૧ કુદરતી સંસાધનના કેટલા ભાગ પડે છે? 
- બે (જૈવિક અને અજૈવિક)
૩૩૨ સંસાધનોના આયોજનના કેટલા તબક્કા છે? 
- ત્રણ 
૩૩૩ માનવ સંસાધનોના વ્યવસ્થાપનને શું કહે છે? 
- સંરક્ષણ 
૩૩૪ ખનીજો કેવા સંસાધનો છે? 
- અનવીનીકરણીય સંસાધનો 
૩૩૫ રાજસ્થાનની કઈ જાતિ વૃક્ષો અને પ્રાણીઓના સંરક્ષણ માટે નિયમોનું પાલન કરે છે?
 - બિશ્નોઈ 
૩૩૬ આર્થિક પ્રવૃતિના પાયારૂપ શું છે? 
- ભૂમિ
૩૩૭ ભારતની આબોહવા કેવી છે? 
- મોસમી 
૩૩૮ પૃથ્વીના ઉપરના પાતળા પોપડાને શું કહે છે? 
- જમીન
૩૩૯ ખેતીનું કુદરતી મધ્યમ શું છે? 
- જમીન 
૩૪૦ જમીનની પરિપક્વતા કોણ નક્કી કરે છે? 
- સમયગાળો 
૩૪૧ ભારતની જમીન કેટલા પ્રકારની છે? 
- છ 
૩૪૨ કાંપની જમીનના કેટલા પ્રકાર છે? 
- બે (ખદર અને બાંગર) 
૩૪૩ નદીઓના નવા કાંપની જમીન ક્યા નામે ઓળખાય છે? 
- ખદર 
૩૪૪ નદીઓના જૂના કાંપની જમીન ક્યા નામે ઓળખાય છે? 
- બાંગર 
૩૪૫ કાળી જમીન ક્યા પ્રદેશની ભેટ છે? 
- દ્વિપકલ્પીય ઉચ્ચ્પ્રદેશની 
૩૪૬ કાળી જમીન કેવી હોય છે? 
- કસદાર અને ચીકણી 
૩૪૭ કાળી જમીન બીજા ક્યા નામે ઓળખાય છે? 
- રેગૂર 
૩૪૮ સૌથી વધુ ભેજનો સંગ્રહ કઈ જમીનમાં થાય છે? 
- કાળી જમીન 
૩૪૯ કાળી જમીનમાં કયો પાક સૌથી વધુ થાય છે? 
- કપાસ 
૩૫૦ કઈ જમીન છિદ્રાળુ અને ઉપજાઉ હોય છે? 
- રાતી જમીન 
૩૫૧ પડખાઉ જમીન કેવા રંગની હોય છે? 
- રાતા 
૩૫૨ પડખાઉ જમીનમાં ક્યા તત્વો વધારે હોય છે? 
- લોહ અને એલ્યુમિનિયમ 
૩૫૩ પહાડી જમીન કયા વિસ્તારમાં જોવા મળે છે? 
- પર્વતીય વિસ્તારમાં 
૩૫૪ જમીન ધોવાણ કેટલી રીતે થાય છે? 
- ત્રણ 
૩૫૫ ચંબલની ખીણમાં જમીન ક્યા નામે ઓળખાય છે? 
- કોતર 
૩૫૬ જમીન ધોવાણ શાનાથી અટકાવી શકાય? 
- વૃક્ષારોપણથી 
૩૫૭ ભારતનું કુલ ક્ષેત્રફળ કેટલું છે? 
- ૩૨.૮ લાખ ચો.કિમી 
૩૫૮ કુલ ક્ષેત્રફળના કેટલા ટકા ભાગમાં બાગબગીચા છે? 
- ૧ %
૩૫૯ પડતર ભૂમિનું પ્રમાણ કેટલા ટકા છે? 
- ૮ %
૩૬૦ ભારતમાં કુલ કેટલા કરોડ હેકટર જમીનનું ધોવાણ થઇ ચૂક્યું છે? 
- ૧૩ કરોડ હેકટર