સામાજિક વિજ્ઞાન ધો ૧૦ 
ભાગ ૧૦
૩૬૧ શામાં વૃક્ષોને સંતપુરુષ ગણવામાં આવ્યા છે? 
- વિક્રમચરિત 
૩૬૨ આર્ય સંસ્કૃતિને કઈ સંસ્કૃતિ કહે છે? 
- અરણ્ય સંસ્કૃતિ
૩૬૩ વૃક્ષોના સમૂહને શું કહે છે? 
- વન કે જંગલો 
૩૬૪ વનમાં રહેતા જીવને શું કહે છે? 
- વન્ય જીવો 
૩૬૫ રમતગમતના સાધનો શેમાંથી બને છે? 
- દેવદાર અને ચીડ 
૩૬૬ ટર્પેન્ટાઇન શેના રસમાંથી બને છે? 
- ચીડ 
૩૬૭ સુગંધી તેલ અને સુખડ શેમાંથી બને છે? 
- ચંદન 
૩૬૮ રણ વિસ્તારને આગળ વધતું કોણ અટકાવે છે? 
- જંગલો 
૩૬૯ જમીન ધોવાણ કોનાથી અટકાવી શકાય? 
- જંગલોથી
૩૭૦ ભૂમિગત જળને અટકાવવાનું કામ કોણ કરે છે? 
- જંગલો
૩૭૧ ટોપલા અને ટોપલી શેમાંથી બને છે? 
- વાંસમાંથી
૩૭૨ જંગલોને કેટલા વિભાગમાં વહેચવામાં આવ્યા છે? 
- ત્રણ
૩૭૩ અનામત જંગલો બીજા કયા નામે ઓળખાય છે? 
- આરક્ષિત જંગલો 
૩૭૪ ભારતમાં કેટલા ટકા વિસ્તારમાં આરક્ષિત જંગલો આવેલા છે? 
- ૫૪.૪%
૩૭૫ સંરક્ષિત જંગલો કેટલા ટકા ભાગ રોકે છે? 
- ૨૯.૨%
૩૭૬ બિનવર્ગીકૃત જંગલો કેટલા વિસ્તારમાં આવેલા છે? 
- ૧૬.૪%
૩૭૭ જંગલોને ગીચતાને આધારે કેટલા વિભાગમાં વર્ગીકૃત કરી શકાય? 
- ત્રણ 
૩૭૮ કેટલા વિસ્તારમાં ગીચ જંગલો આવેલા છે? 
- ૫૯%
૩૭૯ ભારતમાં ખુલ્લા જંગલો કેટલા ટકા આવેલા છે? 
- ૪૦%
૩૮૦ ભરતીના જંગલો કેટલા ટકા વિસ્તારમાં આવેલા છે? 
- ૧% કરતા ઓછું
૩૮૧ ભારતમાં સૌથી ઓછા જંગલો ક્યા આવેલા છે? 
- હરિયાણા
૩૮૨ ભારતમાં સૌથી વધુ જંગલ વિસ્તાર ક્યા આવેલા છે? 
- અંદામાન નિકોબાર 
૩૮૩ રાષ્ટ્રીય વનનીતિ અનુસાર કેટલા ટકા જંગલો હોવા જોઈએ? 
- ૩૩%
૩૮૪ ભારતમાં કેટલા ટકા વિસ્તારમાં જંગલો આવેલા છે? 
- ૨૩.૩%
૩૮૫ જંગલોના વિનાશ માટે સૌથી વધુ દોષિત કોણ છે? 
- માનવી 
૩૮૬ ઝૂમ ખેતી બીજા ક્યા નામે ઓળખાય છે? 
- સ્થળાંતરિત ખેતી 
૩૮૭ ચિપકો આંદોલન કોના નેતૃત્વ નીચે થયું? 
- સુંદરલાલ બહુગુણા અને ચંદીપ્રસાદ
૩૮૮ ભારતમાં જૈવ આરક્ષિત ક્ષેત્રો કેટલા આવેલા છે? 
- ૧૩ 
૩૮૯ ભારતીય રાષ્ટ્રીય નીતિ ક્યારથી અમલમાં આવી? 
- ૧૯૫૨
૩૯૦ પશ્ચિમ બંગાળનો વાઘ વિશ્વની કેટલી પ્રજાતિ પૈકીનો છે? 
- આઠ 
૩૯૧ ઘુડખર માત્ર ક્યા જોવા મળે છે? 
- કચ્છના નાના રણમાં
૩૯૨ પ્રોજેક્ટ ટાઈગર અંતર્ગત વાઘના કેટલા અભયારણ્ય બનાવવામાં આવ્યા છે? 
- ૧૬ 
૩૯૩ વિશ્વ વન દિવસ ક્યારે ઉજવાય છે? 
- ૨૧ માર્ચ
૩૯૪ વિશ્વ પર્યાવરણ દિવસ ક્યારે ઉજવાય છે? 
- ૫ જૂન 
૩૯૫ જૈવ વિવિધતા દિવસ ક્યારે ઉજવાય છે? 
- ૨૯ ડીસેમ્બર
૩૯૬ ભારતમાં કેટલા રાષ્ટ્રીય ઉદ્યાનો આવેલા છે? 
- ૮૯
૩૯૭ ભારતમાં કેટલા અભયારણ્યો આવેલા છે? 
- ૪૯૦ 
૩૯૮ નેશનલ મરીન પાર્ક ક્યા આવેલો છે? 
- જામનગર, કચ્છના અખાતમાં
૩૯૯ પેરિયાર અભયારણ્ય ક્યા આવેલો છે? 
- કેરળ
૪૦૦ રણથંભોર રાષ્ટ્રીય ઉદ્યાન ક્યા આવેલો છે? 
- રાજસ્થાન