હીરા સ્ટીલ પાસેથી GST વિભાગ ૧૭.૩૧ લાખનો દંડ વસુલ્યો

2509

ભાવનગર જીએસટી વિભાગ દ્વરા સાત રોલીંગ મીલોમાં પાડેલા દરોડામાં સીલ કરાયેલ પેઢી પૈકીની હીરા સ્ટીલ ઈન્ડસ્ટ્રીઝ પાસેથી આજે ૧૭.૩૧ લાખો વેરો -દંડ વસૂલયો હતા. આમ ત્રણ પેઢી પાસેથી ૯૬ લાખની વસુલાત કરવામાં આવેલ.

ભાવનગર જીએસટી વિભાગે સાત રોલીંગ મીલોમાં દરોડા પાડ્યા હતા જે પૈકી પાતરાન સ્ટીલ રોલીંગ મીલ પાસેથી પપ.૩૯ લાખ, સાલસર સ્ટીલ ઈન્ડ પાસેથી ર૧ લાખ અગાઉ વસુલ્યા બાદ આજે હીરા સ્ટીલ ઈન્ડ. પાસેથી ૧૭.૩૧ લાખ વસુલાત કરી હતી. જયારે સીલ કરાયેલ જે.આર.સ્ટીલની તપાસ હજુ બાકી છે.

જીએસટી વિભાગ દ્વારા નવભારત સ્ટીલ  રોલીંગ મીલ, એમએમજી રોલીંગ મીલ તેમજ હંસ ઈન્ડસ્ટ્રીઝનું સાહિતય તથા દસ્તાવેજ જપ્ત કરવામાં આવ્યા છે.  અને તેની તપાસ કરવામાં આવશે આમ ત્રણ પેઢીમાંથી ૯૬ લાખ ઉપરાંતના વેરાથી વસુલાત કરવામાં આવી હતી.

Previous articleકસ્બા અંજુમને ઈસ્લામ દ્વારા વિજ્ઞાનનગરીમાં સર્જનાત્મક જાગૃતતાના કાર્યક્રમનું આયોજન
Next articleસર ટી. હોસ્પિ.માં નિરાધારનો આધાર બન્યા સેવાભાવીઓ