3508

ભાવનગર ખાતે બાપેસરા સિપાહી સમાજ દ્વારા ભાવનગરની તમામ જમાતોના હજયાત્રીઓનો સન્માન સત્કાર સમારંભ યોજાયો હતો.
ભાવનગર બાપેસરા સિપાહી જમાતખાના હોલ ખાતે ભાવનગરથી હજ્જે બયતુલ્લાહ જતા ૧૭૦ હજયાત્રીઓનો સત્કાર સમારોહમાં ગુજરાત રાજ્ય હજ કમિટીના ડિરેક્ટર સૈયદ રફીકબાપુ લીમડાવાલા, સૈયદ સલમાનબાપુ, વીર માંધાતા ગ્રુપના રાજુભાઈ સોલંકીએ વિશેષ ઉપસ્થિત રહી સમગ્ર ભાવનગરના હજયાત્રીઓને શુભેચ્છા પાઠવી સમગ્ર ભારત અને માનવતા માટે મક્કા મદીના ખાતે દુઆ કરવા અપીલ કરી હતી. ખાસ આમંત્રિત સમાજ અગ્રણીઓ ભારતીય જનતા પાર્ટી લઘુમતી મોરચાના મહામંત્રી મુરાદભાઈ સમા મૌલાના જુબેર અહેમદ, મૌલાના અજીજરહમાન, કસ્બા અંજુમને ઈસ્લામના પ્રમુખ મહેબુબભાઈ શેખ (ટીનાભાઈ) અબ્દુલભાઈ એક્સલ હબીબાણી ભાવનગર હજ ખિદમત કમિટીના હુસૈનભાઈ મંત્રી તથા ભાવનગરની તમામ મુસ્લિમ જમાતોના પ્રમુખો અને સમાજના આગેવાનો હાજર રહીને કાર્યક્રમમાં સમાજની એક્તા અને વિકાસમાં સામાજીક એક્તાનો ઉલ્લેખ કર્યો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે બાપેસરા સમાજના પ્રમુખ આસિફભાઈ શેખ, અનવરખાન પઠાણ, ફીરોઝભાઈ સોના, સલીમભાઈ, હનીફ મીરા, રજાક કુરેશી, સાજીદ પરમાર સહિતે જહેમત ઉઠાવી હતી.