8344

વર્તમાન સમયમાં ડાયાબીટીસના જટીલ રોગમાં દર્દીને રાહત માટે આદિવૈદ્ય સંસ્થા દ્વારા તૈયાર કરાયેલ આયુર્વેદિક દવા સાથેનો ડાયાબીટીસ મુકિત કેમ્પ આજે ડો. મહેન્દ્ર મહેતા દ્વારા હાદાનગર ખાતે યોજવામાં આવ્યો હતો. જેનું ઉદ્દઘાટન સીતારામબાપુના હસ્તે કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં દર્દીઓનું નિદાન, સ્યુગર ચેકઅપ તેમજ આયુર્વેદિક દવાઓનું વિનામુલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું. જેનો બહોળી સંખ્યામાં દર્દીઓએ લાભ લીધો હતો.