3994

પાટણમાં હાર્દિક પટેલ, દિનેશ બાંભણિયા સહિતના પાસ કન્વીનર્સ પર લૂંટ-મારા મારીનો કેસ કરાયા બાદ પાસ દ્વારા આ મુદ્દે આકરો વિરોધ કરવામાં આવી રહ્યો છે. પાસ (પાટીદાર અનામત આંદોલન સમિતિ)ના પ્રવક્તા વરુણ પટેલ, પાસના અમદાવાદના પ્રવક્તા અતુલ પટેલ સહિતના પાસ કન્વીનર્સએ આજે અમદાવાદ કલેક્ટરને આવેદન આપ્યું છે અને માગ કરી છે આ બાબત પર યોગ્ય પગલા લેવાય.
તેમણે આવેદન પત્રમાં જણાવ્યું છે કે ધરપકડના ૧૨ કલાક સુધી પણ તેમના પરિવારને જાણ સુધ્ધા કરવામાં આવી ન હતી. ચૂંટણી નજીક હોવાના ડરથી ગુજરાત સરકાર અશાંતિનું વાતાવરણ ફેલાવવાના પ્રયાસો કરી રહી છે અને પોલીસ તંત્રનો દુરઉપયોગ કરી રહી છે. જો સમયસર હાર્દિક અને બાંભણિયા સહિતના અન્ય કન્વીનર્સને મુક્ત કરવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે જલદ આંદોલન કરવાની પણ પાસે ચિમકી આપી છે.પાસે આવેદનમાં એવું પણ લખ્યું છે કે ઘટના સ્થળ પરના સીસીટીવીમાં પણ હાર્દિક અને દિનેશની હાજરી દેખાતી નથી દિનેશ બાંભણિયા બનાવ સમયે પાટણમાં સભા સ્થળે હાજર છે તેનો વીડિયો હોવા છતાં પણ ફક્ત ખોટી ફરિયાદના આધારે આંદોલન દબાવી દેવા તેમની ધરપકડ કરાઈ છે.