3178

દામનગરની સિવિલ હોસ્પિટલ માંદગીના બિછાને ધીરજ મોરારીજી અજમેરા કોમ્યુનિટી હેલ્થ સેન્ટરમાં એક માત્ર ડોકટર દામનગર શહેરી વિસ્તાર સહિત ચાલીસ ગ્રામ્ય વિસ્તારોની વિશાળ વસ્તી વચ્ચે એક જ ડોકટર હજારો દર્દી નારાયણથી ઉભરાતી ઓપીડી ઉપરાંત ઈમરજન્સી કેપીએમ સહિતની જવાબદારી નિભાવવા માટે એક જ ડોકટરથી ચાલતી દામનગર સિવિલ ખુબ  માંદી છે ત્યારે આરોગ્ય તંત્ર આરોગ્ય સેતુના કાર્યક્રમોમાં કરે તે અહો વિચિત્રમ કહેવાય સીએસી દરજજો ધરાવતી દામનગરની સિવિલ હોસ્પિટલમાં હજારોની સંખ્યામાં દર્દી નારાયણોથી ઉભરાત ઓપીડી ઈમરજન્સી અકસ્માત પી.એમ. સહિતની વ્યવસ્થા માત્ર એક તબીબ દ્વારા જ કરતા ભારે હાલાકી ભોગવતા દામનગર શહેર અને ગ્રામ્ય વિસ્તારો માટે તંત્ર વિચારે માંગ્યા બદનો પોરો હોય ખરો? ડોકટરની હાલત કંઈક આવી જ છે. દામનગરની સિવિલમાં સામાન્ય કામ કે તપાસ માટે કલાકો સુધી રઝળતા નાગરિકોની પીડા મટાડવા આરોગ્ય વિભાગ યોગ્ય કરે તે ઈચ્છનીય છે.