3903

જિલ્લા શિક્ષણ સમિતિ-ભાવનગર સંચાલિત નવા રતનપર પ્રા. શાળા ખાતે તાજેતરમાં ઈનોવેટિવ ‘વિજ્ઞાનની આંખે’ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ધો.પ થી ૮ના તમામ વિદ્યાર્થીઓએ વિજ્ઞાન શિક્ષણના પ્રયોગો જાતે કરવાનો આનંદ માણ્યો હતો અને રોમાંચક એવા જીવવિજ્ઞાન રસાયણ વિજ્ઞાન ભૌતિક વિજ્ઞાનની અઘરી સંકલ્પનાઓ સરળતાથી આત્મસાત કરી હતી. જેમાં વિજ્ઞાન શિક્ષકો અને આચાર્યએ જહેમત ઉઠાવી હતી.